AIIMSમાં દાખલ પૂર્વ PM મનમોહન સિંહ ICUમાંથી બહાર આવ્યા, તબિયત સ્થિર

News18 Gujarati
Updated: May 11, 2020, 11:43 AM IST
AIIMSમાં દાખલ પૂર્વ PM મનમોહન સિંહ ICUમાંથી બહાર આવ્યા, તબિયત સ્થિર
રવિવાર સાંજે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે

રવિવાર સાંજે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ AIIMSમાં દાખલ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Former PM Manmohan Singh)ની તબિયતમાં ઝડપથી સુધાર થઈ રહ્યો છે. અત્યાર સુધીની જાણકારી મુજબ મનમોહન સિંહ હવે ICUમાંથી બહાર આવી ગયા છે અને તેમની હાલત સ્થિર બનેલી છે. ડૉક્ટરોની એક ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાનને રવિવાર સાંજે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જલદી સ્વસ્થ થઈ જાય તે માટે દેશ ઉપરાંત વિદેશમાં પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

87 વર્ષીય પૂર્વ વડાપ્રધાનને AIIMSના કાર્ડિયાક ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાત્રે 8.45 વાગ્યે પૂર્વ વડાપ્રધાનને AIIMS લાવવામાં આવ્યા, જ્યાં ડૉક્ટર્સે તેમની તપાસ કરી. તેમના કાર્યાલય તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હવે ઠીક છે. મળતી માહિતી મુજબ, રવિવારે આપવામાં આવેલી સાઇડ ઇફેક્ટના કારણે તેમને તાવ આવ્યો અને પછી તેમને છાતીમાં દુખાવો શરૂ થયો. ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હાલ તેઓ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે.

આ અગાઉ, રવિવારે મનમોહન સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળતાં જ અનેક નેતાઓએ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવાના સમાચાર સાંભળીને ઘણો ચિંતિત છું. હું તેમના જલ્દી સાજા થવા અને તેમની સારી તબિયત માટે કામના કરું છું.


આ પણ વાંચો, કોલકાતા પોલીસે નકલી ફોટો શૅર કરવા પર કેન્દ્રીય રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયો વિરુદ્ધ કેસ નોંધ્યો

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વિટ કર્યું કે, ડૉક્ટર સાહેબના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છું. અમને વિશ્વાસ છે કે તેઓ ટૂંક સમયમાં ફિટ અને સાજા થઈ જશે.



ઉલ્લેખનીય છે કે, મનમોહન સિંહ 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા છે. આ પહેલા તે 1991માં નરસિમ્હા રાવની સરકારમાં નાણા મંત્રી રહ્યા હતા. મનમોહન સિંહના નાણા મંત્રી રહેતા દેશના બજારને વિદેશી કંપનીઓ માટે ખોલવામાં આવ્યા હતા. મનમોહન સિંહ ભારતીય રિઝર્વ બેંકના 15માં ગર્વનર પણ રહ્યા હતા. રાજીવ ગાંધીની સરકારમાં યોજના આયોગના ડિપ્ટી ચેરમેન પણ રહ્યા હતા.

આ પણ વાંચો, આજથી શરૂ થશે ટિકિટોનું બુકિંગ, કાલથી દોડશે આ ટ્રેનો, જાણો સમગ્ર વિગત
First published: May 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading