રાફેલ જેટનું અંબાલા એરબેઝ ખાતે સુરક્ષિત લેન્ડિંગ, રાજનાથે કહ્યુ- 'ભારતીય આર્મીમાં નવા યુગની શરૂઆત'

News18 Gujarati
Updated: July 29, 2020, 5:16 PM IST
રાફેલ જેટનું અંબાલા એરબેઝ ખાતે સુરક્ષિત લેન્ડિંગ, રાજનાથે કહ્યુ- 'ભારતીય આર્મીમાં નવા યુગની શરૂઆત'
અંબાલા ખાતે લેન્ડ થયેલું રાફેલ.

રાજનાથ સિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે, "'બર્ડ્સ' અંબાલા ખાતે સુરક્ષિત લેન્ડ થઈ ગયા છે, રાફેલના ભારતમાં લેન્ડિંગ સાથે જ ભારતીય આર્મીના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે."

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના (Indian Air Force)નો લાંબો ઇંતજાર આજે ખતમ થયો છે.  ઘણા લાંબા સમયથી જે ફાઇટર પ્લેનની રાહ જોવાતી હતી, તે રાફેલ પ્લેન આજે ભારતને મળી ગયું છે.  ફ્રાન્સ સાથે થયેલા સોદા મુજબ રાફેલ ફાઇટર પ્લેન (Rafale Fighter Jet)ની પહેલી ડિલીવરી હરિયાણાના અંબાલા એરબેઝ થઈ છે. આ 5 રાફેલ જેટને રિસીવ કરવા માટે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા અંબાલા એરબેઝ પર ઉપસ્થિત છે. સુરક્ષાના હિસાબથી અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

દેશના રક્ષા મંત્રીનું ટ્વિટ : નવા યુગની શરૂઆત

ફ્રાંસમાંથી આવેલા પ્રથમ પાંચ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયા છે. આ અંગેની જાણકારી દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, "'બર્ડ્સ' અંબાલા ખાતે સુરક્ષિત લેન્ડ થઈ ગયા છે. રાફેલના ભારતમાં લેન્ડિંગ સાથે જ ભારતીય આર્મીના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. આ એરક્રાફ્ટ આવતા ઇન્ડિયન એરફોર્સની ક્ષમતામાં વધારો થશે."


UAEથી જ્યારે રાફેલે ઉડાન ભરી તો થોડીવાર બાદ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આ પ્લેન અરબ સાગરથી પસાર થયા તો INS કોલકાતાના કન્ટ્રોલ રૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન INS કોલકાતા કન્ટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે, ઇન્ડિયન નેવલ વૉર શિપ ડેલ્ટા 63 એરો લીડર. મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હન્ટિંગ, હેપ્પી લેન્ડિંગ.’

ભારતીય વાયુસીમામાં પ્રવેશ્યા બાદ રાફેલ ફાઇટર જેટ્સે સાથે ઊડીને જોશ પૂરું પાડતું દૃશ્ય ઊભું કર્યું.

રાફેલ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. પ્લેનની સાથે મેટેઅર મિસાઇલ પણ છે. પ્લેનમાં ફ્યૂઅલ ક્ષમતા 17,000 કિલોગ્રામ છે. પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે રાફેલને ટ્રાયલ માટે સ્પાઇસ 2000 બોમ્બની જરૂર પડી શકે છે, તેથી તેની ડિલીવરીમાં વિલંબ થયો.

રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) છે. રાફેલ ફાઇટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, જમીનથી સમર્થન, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે.

આ પણ વાંચો, ભારત જ્યાંથી લડ્યું 4 યુદ્ધ, ત્યાંથી દુશ્મનો પર નજર રાખશે ફાઇટર જેટનું ‘બૉસ’ રાફેલ


રાફેલની શું છે ખાસિયત?

રાફેલ ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. તે અનેક ભૂમિકા ભજવવામાં સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેકમાં સક્ષમ છે. તેની તાકાતનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે તે નાના ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. રાફેલ એરક્રાફ્ટ 9500 કિલોગ્રામ ભાર વહન કરવામાં સક્ષમ છે. તે મહત્તમ 24500 કિલોગ્રામ વજનની સાથે ઉડાન ભરી શકે છે. આ ફાઇટર જેટની મહત્તમ સ્પીડ 1389 કિ.મી./કલાક છે. એકવારમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે. તે હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે.

આ પણ વાંચો, રામ મંદિર નીચે દબાયેલી ટાઇમ કેપ્સૂલને હજારો વર્ષો બાદ ડિકોડ કરી શકાશે?

ભારતના આકાશમાં કરશે રાજ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાફેલ ફાઇટર પ્લેન વધારેલી તાકાતવાળું હશે. દુશ્મનોના હુમલાની હંમેશા આશંકા રહેતી હોય છે. પરંતુ એક ભારતીય રાફેલ ફાઇટર પ્લેન દુશ્મનની યોજનાને નિષ્ફળ બનાવી શકે છે. તેઓએ એવું પણ કહ્યું કે જ્યારે રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે તો ભારત આકાશમાં રાજ કરશે.
Published by: Mrunal Bhojak
First published: July 29, 2020, 1:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading