Cyclone Amphan: પશ્ચિમ બંગાળ પર સુપર સાઈક્લોન ‘અમ્ફાન’ની અસર, જોરદાર પવન સાથે વરસાદ શરુ

News18 Gujarati
Updated: May 19, 2020, 8:31 PM IST
Cyclone Amphan: પશ્ચિમ બંગાળ પર સુપર સાઈક્લોન ‘અમ્ફાન’ની અસર, જોરદાર પવન સાથે વરસાદ શરુ
ચક્રવાતી વાવાઝોડું અમ્ફાન (Cyclone Amphan) હવે સુપર સાઈક્લોનમાં બદલી ગયું છે

ચક્રવાતી વાવાઝોડું અમ્ફાન (Cyclone Amphan) હવે સુપર સાઈક્લોનમાં બદલી ગયું છે

  • Share this:
નવી દિલ્હી : ચક્રવાતી વાવાઝોડું અમ્ફાન (Cyclone Amphan) હવે સુપર સાઈક્લોનમાં (Super Cyclone) બદલી ગયું છે. મોસમ વિભાગના મતે દર કલાકે તેની સ્પિડ ઝડપથી વધી રહી છે. મોસમ વિભાગના મતે બુધવારે આ વાવાઝોડું 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સાથે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ટકરાઈ શકે છે. તેની વચ્ચે આ વાવાઝોડાની સામે લડવા માટે તૈયારી અને રણનીતિ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ હાઈલેવલ મીટિંગમાં ગૃહ મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (NDMA) મુખ્ય અધિકારી પણ સામેલ હતા. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે પણ ભાગ લીધો.

સુપર સાઈક્લોન અમ્ફાન બુધવારે પશ્ચિમ બંગાળની ધરતી પર ટકરાઈ શકે છે. બંગાળમાં આજે જોરદાર પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે.

આ પણ વાંચો - ચીનની લેબનો દાવો- અમે બનાવી લીધી કોરોનાનો અંત કરવાવાળી નવી દવા



ઓરિસ્સામાં 15 અને બંગાળમાં 19 ટીમો તૈનાત : NDRF ચીફ

એનડીઆરએફના પ્રમુખ એસ.એન.પ્રધાને ક્હ્યુ કે ઓરિસ્સામાં 15 ટીમો અને પશ્ચિમ બંગાળમાં 19 ટીમો હાજર છે. જ્યારે બે ટીમ સ્ટેન્ડબાય પર છે. અમે અત્યારે ડબલ મુશ્કેલીઓનો ( કોરોના વાયરસ અને મહાચક્રવાત ) સામનો કરી રહ્યા છીએ.
First published: May 19, 2020, 8:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading