નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલું મંથન હવે ઘમાસાણમાં પરિવર્તિત થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીએ જ્યારે કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વને લઈ ઉઠાવવાના મામલાને બીજેપી સાથેની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો. સૂત્રો મુજબ, હવે તેની પર ગુલાબ નબી આઝાદે રાજીનામાની રજૂઆત કરી. તો બીજી તરફ કપિલ સિબ્બલે આ આરોપોને લઈ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું.
બીજી તરફ, સિબ્બલના આ ટ્વિટ પર કૉંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીએ આવા પ્રકારની (બીજેપી સાથે સાંઠગાંઠ)ની કોઈ વાત નથી કહી. આ પ્રકારના ખોટા અહેવાલોથી ભ્રમિત ન થાઓ. આપણે પરસ્પર કે કૉંગ્રેસ પાર્ટી સાથે લડવાને બદલે નિરંકુશ મોદી સરકાર સામે મળીને લડવું જોઈએ.
આ પહેલા,
સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે પાર્ટીને નવા અધ્યક્ષ જોઈએ. એવામાં મનમોહન સિંહ તેમને પદ પર ચાલુ રહેવાની માંગ કરી રહ્યા છે.
ANIના સૂત્રો મુજબ, મનમોહન સિંહ અને એકે એન્ટીને કહ્યું કે, જ્યાં સુધી પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટાઈ નથી આવતા ત્યાં સુધી સોનિયા ગાંધી પદ પર ચાલુ રહે. આ ઉપરાંત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, CWC મીટિંગમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે સોનિયા ગાંધી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે સમયે પાર્ટીની લિડરશિપને લઈ પત્ર કેમ લખવામાં આવ્યો.
સૂત્રો મુજબ, રાહુલ ગાંધીએ મીટિંગમાં કહ્યું કે, સોનિયા ગાંધીના નેતૃત્વને લઈ લખવામાં આવેલો પત્ર એવા સમયે લખવામાં આવ્યો જ્યારે રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકાર સંકટનો સામનો કરી રહી હતી. પત્રને મીડિયામાં પ્રકાશિત કરવાને બદલે CWCમાં રજૂઆત કરવી જ યોગ્ય બાબત છે.
આ પણ વાંચો, કૉંગ્રેસમાં પડદા પાછળની ‘પીઢ વિરુદ્ધ યુવા’ની લડાઈ, આવી રીતે શરૂ થઈ ખેંચતાણ
કેટલાક નેતાઓને એવી પણ આશા છે કે પાર્ટીનું સુકાન સંભાળવા માટે રાહુલ ગાંધીને તૈયાર ન થવાની સ્થિતિમાં નેતૃત્વ તથા સંગઠનને લઈ આગળની દિશા નક્કી કરવા માટે CWCના સભ્યોની વચ્ચે કોઈને કોઈક રોડમેપ પર સહમિત બની જાય.
આ પણ વાંચો, ઘરનું કામ ન કરતાં પુત્રવધૂએ 82 વર્ષની સાસુને ફટકારી, પૌત્ર-પૌત્રીઓએ વીડિયો કરી દીધો વાયરલ
આ પહેલા, કૉંગ્રેસના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું કે જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કૉંગ્રેસમાં મોટા પરિવર્તનની માંગ કરી. આ માંગ કૉંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ કરી હતી. તેમાં 5 પૂર્વ મુખ્યમંત્રી, શશિ થરૂર જેવા સાંસદ, કૉંગ્રેસ કાર્યસમિતિના સભ્ય અને તમામ પૂર્વ કેન્દ્રીય મંત્રી સામેલ છે. તેમનું કહેવું છે કે પાર્ટીમાં મોટા પરિવર્તન કરીને કૉંગ્રેસને થઈ રહેલા નુકસાનથી બચાવવામાં આવે.