લૉકડાઉન નિષ્ફળ, કોરોના વધી રહ્યો છે, હવે PM મોદી પ્લાન-B જણાવે : રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: May 26, 2020, 1:49 PM IST
લૉકડાઉન નિષ્ફળ, કોરોના વધી રહ્યો છે, હવે PM મોદી પ્લાન-B જણાવે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ફ્રન્ટફુટ પર રમી રહ્યા હતા પરંતુ હવે તેઓ બેકફુટ પર ચાલ્યા ગયા છે

રાહુલ ગાંધીએ કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ફ્રન્ટફુટ પર રમી રહ્યા હતા પરંતુ હવે તેઓ બેકફુટ પર ચાલ્યા ગયા છે

  • Share this:
નવી દિલ્હીઃ કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મંગળવારે પત્રકારો સાથે વાત કરી. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે અમે કોરોના સામે 21 દિવસનું યુદ્ધ લડવા જઈ રહ્યા છીએ. આજે 60 દિવસ થઈ ગયા છે પરંતુ આપણો એકમાત્ર એવો દેશ છે જ્યાં વાયરસ ઝડપથી વધી રહ્યો છે. ભારત એવો દેશ છે જે કોરોના (Coronavirus)ના કેસ વધતી વખતે લૉકડાઉન (Lockdown) બંધ કરી રહ્યું છે. એ વાત સ્પષ્ટ છે કે લૉકડાઉન નિષ્ફળ રહ્યું છે. જે લક્ષ્ય નરેન્દ્ર મોદીજીનું હતું, તે પૂરું નથી થયું. અમે ખૂબ આદરથી સરકારને પૂછવા માંગીએ છીએ કે હવે તમારો પ્લાન-બી શું છે?

રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાં અમારી સરકાર છે અમે ત્યાં લોકોને રોકડ મદદ પૂરી પાડી રહ્યા છે પરંતુ કેન્દ્રથી અમને કોઈ મદદ નથી મળી. રાહુલે કહ્યું કે અમારી પાર્ટીની સરકારની પાસે પ્રવાસીઓને પ્રબંધિત કરવા, રાજ્યોમાં કોરોના ટેસ્ટ વધારવાની રણનીતિ છે પરંતુ કેન્દ્રની મદદ વગર તેઓ એકલા બધું ન કરી શકે.

આ પણ વાંચો, WHOએ જાહેર કરી ચેતવણી- જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોના

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી પહેલા ફ્રન્ટફુટ પર રમી રહ્યા હતા પરંતુ હવે તેઓ બેકફુટ પર ચાલ્યા ગયા છે. જરૂરી છે કે તેઓ પહેલાની જેમ ફ્રન્ટફુટ પર આવે અને દેશને જણાવે કે આગળ શું કરવાનું છે?

ટ્રાન્સપોર્ટેશન સાથે જોડોયલા સવાલ પર રાહુલે કહ્યું કે હું એક્સપર્ટ નથી. સરકારની પાસે એક્સપર્ટ છે કે તેઓ કેવી રીતે લૉકડાઉન ખોલે પરંતુ હું સમજું છું કે જો આપને એરપોર્ટ અને રેલવે શરૂ કરવી છે તો તમારે રાજ્યો પાસેથી સલાહ દેવી જોઈએ. ઇકોનીમીની શરૂઆત થવાની જરૂર છે તેની સાથે જ હેલ્થકેર પણ જરૂરી છે.

આ પણ વાંચો, Corona: એક દિવસમાં વધ્યા 6,535 કેસ, આજે દોઢ લાખને પાર જઈ શકે છે કેસ
First published: May 26, 2020, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading