Home /News /national-international /live rescue video: 'હું ડૂબી રહી..', ઝગડો કર્યા બાદ બહેન તળાવમાં કૂદી, ભાઈએ આવી રીતે બચાવી

live rescue video: 'હું ડૂબી રહી..', ઝગડો કર્યા બાદ બહેન તળાવમાં કૂદી, ભાઈએ આવી રીતે બચાવી

બહેનને બચાવતો ભાઈ

નિકિતા તળાવમાં કૂદી પડી. તો પાછળથી આવતો ભાઈ જોયો. અને તેની બહેનનો જીવ બચાવવા તે પણ મોટા તળાવમાં કૂદી પડ્યો હતો.

ભોપાલઃ મધ્ય પ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (bhopal) પરિવાર સાથે ઝગડો કર્યા બાદ એક યુવતી તળાવમાં કૂદી (girl jump into lake) ગઈ હતી. પાછળ પાછળ તેનો ભાઈ (brother saved sister) આવ્યો હતો અને તળાવમાં કૂદીને તેનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ મરજીવા પોતાની બોટ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. અને પાણીમાંથી બંને ભાઈ બહેનને કાઢ્યા હતા.

યુવતીને સાવરા માટે હમીદિયા હોસ્પિટલમાં (hospital) દાખલ કરવામાં આવી હતી. તલૈયા પોલીસ સ્ટેશન પ્રભારી ડીપી સિંહે જણાવ્યું હતું કે એરપોર્ટમાં રહેનારી નિકિતા મીનાની કોઈ વાત ઉપર પરિવાર સાથે બબાલ થઈ હતી.

બબાલ મોટા ઝગડામાં પરિણમી હતી. ઝગડામાં તે ગુસ્સે થઈ હતી અને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. તેમણે જણાવ્યું કે પ્રાથમિક નિવેદનમાં વાત સામે આવી હતી કે ઘરેથી નીકળ્યા બાદ ભાઈએ નિકિતા મીનાનો સતત પીછો કર્યો હતો.

આ  પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

જ્યારે તેણે વીઆઈપી રોડ ઉપર મોટા તળાવમાં નિકિતાએ છલાંગ લગાવી હતી. તો પાછળ આવી રહેલા ભાઈ જોઈ ગયો હતો. અને બહેનનો જીવ બચાવવા માટે તે પણ મોટા તળાવમાં કૂદી ગયો હતો.

" isDesktop="true" id="1097373" >

ડીપી સિંહે વધુમાં જણાવ્યું હતું કે, યુવક તરતા આવડતું હતું. આમ તેણે પોતાની બહેનનો જીવ બચાવી લીધો હતો. ઘટના સ્થળે કોર્પોરેશનના મરજીવાઓ બોટ લઈને પહોંચી ગયા હતા. અને ભાઈ અને બહેનને તળાવમાંથી બચાવી લીધા હતા.
First published:

Tags: Live video, Madhya pradesh, Rescue, ભોપાલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો