Home /News /national-international /Kisan Andolan : ગાઝીપુર બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને રસ્તો ખાલી કરવા કરવાનો આદેશ

Kisan Andolan : ગાઝીપુર બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને રસ્તો ખાલી કરવા કરવાનો આદેશ

તસવીર - એએનઆઈ

દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેકટર પરેડમાં થયેલી હિંસા પછી પોલીસ સતત એક્શનમાં

નવી દિલ્હી : દિલ્હીમાં ગણતંત્ર દિવસના (Republic Day 2021) દિવસે ખેડૂતોની ટ્રેકટર પરેડમાં (Farmers Tractor Rally)થયેલી હિંસા (Delhi Violence)પછી પોલીસ સતત એક્શનમાં છે. ગાઝીપુર બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને રસ્તો ખાલી કરવા કહ્યું છે. UP પોલીસ આજે રાત્રે બધા ટેન્ટ હટાવી દેશે. અત્યાર સુધી ઘણા ટેન્ટ હટાવી દીધા છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુર બોર્ડરમાં યુપી પોલીસે ફ્લેગ માર્ચ કર્યું છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતો અહીં ધરણા પર બેઠા છે.

રાજધાની દિલ્હીના સિંધૂ બોર્ડર સિવાય રાજસ્થાનના શારજહાંપુરમાં પણ ખેડૂતો સામે સૂત્રોચ્ચાર શરૂ થયા છે. અહીં 15 ગામની મહાપંચાયત ચાલી રહી છે. આ લોકો શાહજહાંપુરમાં ખેડૂતોના ધરણાનો વિરોધ કરી રહ્યા છે. હાઇવે ખાલી કરાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોને કહ્યું કે તિરંગાનું અપમાન સહન કરીશું નહીં.

આ પણ વાંચો - ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

બાગપતના બડૌતમાં છેલ્લા 40 દિવસથી નેશનલ હાઇવે 709b પર ખેડૂત યૂનિયન અને ખાપ ચૌધરીઓ ધરણા પર બેઠા હતા. જિલ્લા પ્રશાસને અનેકવાર ધરણા સમાપ્ત કરવા માટે સમજાવટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં કોઈ સફળતા નહોતી મળી. આજે એસપી બાગપત અભિષેક કુમાર અને ડીએમ રાજકમલ યાદવના નેતૃત્વમાં ભારે પોલીસ દળ ધરણા સ્થળે પહોંચ્યું અને હળવો બળ પ્રયોગ કરીને ખેડૂતોના ધરણા ખતમ કરાવી દીધા હતા.
" isDesktop="true" id="1067677" >

બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ગુરુવારે દિલ્હીની હૉસ્પિટલ પહોંચીને ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના (Delhi Police) ખતર અંતર પૂછ્યા હતા. ગૃહ મંત્રી પહેલા સિવિલ લાઇન્સ સ્થિત સુશ્રુતા ટ્રોમા સેન્ટર ગયા. ત્યાં તેઓએ હૉસ્પિટલમાં દાખલ ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી. તેઓએ પોલીસકર્મીઓના ખતર અંતર પૂછ્યા. ત્યારબાદ અમિત શાહ તીરથ રામ શાહ હૉસ્પિટલ પણ ગયા. ત્યાં પણ ઘાયલ પોલીસકર્મીઓ અને તેમના પરિજનો સાથે મુલાકાત કરી.
First published:

Tags: Delhi violence, Farmers Tractor Rally, Rakesh tikait

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો