liveLIVE NOW

Republic Day 2023 Live updates: ભારતીય સેનાની ત્રણે પાંખની હવાઈ શક્તિનું પ્રદર્શન, દર્શકોના શ્વાસ થંભી ગયા

Happy Republic Day Live Updates: આજે દેશભરમાં 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની મુખ્ય ઉજવણી રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર કરવામાં આવી રહી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને મુખ્ય મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. કર્તવ્ય પથ પર પરેડના પ્રારંભ પહેલા રાષ્ટ્રપતિ મુર્મૂએ તિરંગો લહેરાવ્યો હતો. દુનિયા કર્તવ્ય પથ પરથી ભારતની તાકાત નીહાળી રહ્યું છે. આ તરફ ગુજરાતમાં બોટાદથી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વડોદરાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજારોહણ કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે.

 • News18 Gujarati
 • | January 26, 2023, 12:19 IST |  New Delhi, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 10 DAYS AGO
  12:28 (IST)
  Republic Day 2023 Parade Live updates: પ્લાઈટ પાસ્ટમાં રાફેલ, મિગ-29, SU-30, સુખોઈ-30, MKI જેગુઆર, C-130, C-17, ડોર્નિયર, ડકોટા, LCH પ્રચંડ, અપાચે, સારંગ અને એઈડબ્લ્યુએન્ડસી જેવા જૂના અને આધુનિક વિમાન/હેલિકોપ્ટર કર્તવ્ય પથ પર બાજ, પ્રચંડ, તિરંગા, તંગૈલ, બજરંગ, ગરૂડ, ભીમ, અમૃત અને ત્રિશુલ સહિતના અલગ-અલગ રૂપોને પ્રદર્શિત કરીને આકાશી ગર્જના કરી. રાફેલ ફાઈટર પ્લેન દ્વારા સમાપન વર્ટિકલ ચાર્લી યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો હતો. 

  12:14 (IST)
  Republic Day 2023 Live updates: પ્રજાસત્તાક પર્વ પર થતી પરેડના અંતિમ ભાગની ઉત્સુકતા સાથે વાટ જોવાતી હોય છે. જ્યાં ભારતીય વાયુસેનાના 45 વિમાનો, ભારતીય નેવીના એક અને ભારતીય સેનાના ચાર હેલિકોપ્ટર દ્વારા શ્વાંસ થંભી જાય તેવો એર શો દર્શાવવામાં આવ્યો છે. 

  12:7 (IST)
  Republic Day 2023 Live updates: ભગવદ ગીતાની કલાકૃતિ પર તૈયાર કરાયેલી હરિયાણાની ઝાંખીએ કર્તવ્ય પથ પર હાજર દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ ઝાંખીમાં ભગવાન કૃષ્ણને અર્જુનના સારથીના રૂપમાં અને તેમને ગીતા જ્ઞાન આપતા દર્શાવાયા છે. ટ્રેલરના કિનારે બનેલી પેટર્ન પર મહાભારતના યુદ્ધના અલગ-અલગ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. 


  12:0 (IST)
  Republic Day 2023 Live updates: બહાદુરી, કલા અને સાંસ્કૃતિ, રમત-ગમત અને સમાજસેવાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા અને ઉત્કૃષ્ઠ ઉપલબ્ધિ મેળવનારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા 1 બાળકો પણ જીતમાં કર્તવ્ય પથ પર આવ્યા હતા. 

  11:53 (IST)
  Republic Day 2023 Live updates: રાષ્ટ્રીય સેવા યોજનાના ચાર્મિંગ દળના 148 સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા, હિમાચલ પ્રદેશ, એનએસએસ સ્થાનિક નિર્દેશાલય, ચંદીગઢના આંચલ શર્માા નેતૃત્વમાં માર્ચ કરાઈ હતી. 

  11:49 (IST)
  ગુજરાતનો ટેબલોની ઝાંખી કર્તવ્ય પથ પર જોવા મળી હતી. જેમાં મોઢેરા સોલાર ગામની ક્લિન-ગ્રીન એનર્જીની ઝલક રજૂ કરવામાં આવી હતી. 

  11:47 (IST)
  ગુજરાતનો ટેબલોની ઝાંખી કર્તવ્ય પથ પર જોવા મળી હતી. જેમાં મોઢેરા સોલાર ગામની ક્લિન-ગ્રીન એનર્જીની ઝલક રજૂ કરવામાં આવી હતી. 

  11:24 (IST)
  Republic Day 2023 Live updates: 27 વાયુ રક્ષા મિસાઈલ રેજિમેન્ટની આકાશ મિસાઈલ સિસ્ટમ, "અમૃતસર એરફીલ્ડ"નું નેતૃત્વ કેપ્ટન સુનીલ દશરથ અને 512 લાઈટ એડી મિસાઈલ રેજિમેન્ટ (SP)નું લેફ્ટેનન્ટ ચેતના શર્મા કરી રહ્યા છે. 

  11:21 (IST)
  Republic Day Live updates: કર્તવ્ય પથ પર મુખ્ય યુદ્ધક ટેંક અર્જુનની ટૂકડીનું ગજબનું પ્રદર્શન જોવા મળ્યું છે. 75 આર્મેડ રેજીમેન્ટના મુખ્ય યુદ્ધક ટેંક અર્જુનની ટૂકડી દ્વારા માર્ચ કરવામાં આવી છે. 

  11:15 (IST)
  Republic Day Live updates: કર્તવ્ય પથ પર હવે ભારત પોતાના સૈન્યની શક્તિ દર્શાવી રહ્યું છે. પરેડની કમાન પરેડ કમાન્ડર, લેફ્ટનેન્ટ જનરલ ધીરજ સેઠ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, બીજી પેઢીના સેના અધિકારી સંભાળી રહ્યા છે. દિલ્હી હેડક્વાર્ટરના ચીફ ઓફ સ્ટાર મેજર જનરલ ભવનીશ કુમાર પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડર છે.

  Happy Republic Day: આજે દેશભરમાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજધાનીના કર્તવ્ય પથ પરથી આજે ભારતની ઝલક જોવા મળશે. પ્રજાસત્તાક દિવસના સમારોહની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વાગ્યેને 5 મિનિટ પર નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ થશે. જે પછી 10 અને 22 મિનિટે વડાપ્રધાન સેલ્યુટિંગ ડાયસ પર પહોંચશે. 10 વાગ્યેને 27 મિનિટ પર રાષ્ટ્રપતિ અને મુખ્ય અતિથિ સમારોહ સ્થળ પર પહોંચશે, જ્યાં વડાપ્રધાન મોદી તેમનું સ્વાગત કરશે. સવારે 10:30 વાગ્યે સ્પ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિના ધ્વાજારોહણથી પરેડની શરુઆત થશે.

  રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભારતની ઝલક જોવા મળશે અને આ કાર્યક્રમ દરમિયાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ ઉબ્દેલ ફતહ અલ-સિસીને આમંત્રિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ કર્તવ્ય પરથી પ્રજાસત્તાક દિવસ સમારોહમાં દેશનું નેતૃત્વ કરશે અને ઝંડો લહેરાવશે. આ સાથે જ કર્તવ્ય પથ પર પરેડની શરુઆત થશે.

  દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા


  દેશની રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે કોઈ અપ્રિય ઘટના ના બને તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ નુકસાન પહોંચાડનારી ગતિવિધિઓને રોકવા માટે પેટ્રોલિંગ તેજ કરી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 6000 સુરક્ષાકર્મીઓેને તૈનાત કરવામાં આવ્યા છે અને સમારોહમાં આવનારા લોકો માટે નવી દિલ્હીમાં કુલ 24 હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બોમ્બ સ્ક્વોડ ટીમ અને સ્નિફર ડોગ બજારો, ભીડવાળી જગ્યા અને મહત્વના સ્થલો પર તપાસ કરશે. પોલીસે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસ સમારોહમાં લગભગ 60,000થી 65,000 લોકો આવે તેવી આશા છે.

  ક્યારે કયો કાર્યક્રમ યોજાશે?


  પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની શરુઆત નરેન્દ્ર મોદીના 10:05 વાગ્યે નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. જે પછી 10:22 મિનિટે વડાપ્રધાન મોદી સેલ્યુટિંગ ડાયસ પર પહોંચશે. 10:27 મિનિટે રાષ્ટ્રપતિ અને મુખ્ય અતિથિ સમારોહ સ્થલ પર પહોંચશે, જ્યાં વડાપ્રધાન મોદી તેમનું સ્વાગત કરશે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन