LIVE NOW

LIVE : ઓડિશામાં ફાનીનું તાંડવ, સોમવારે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત, કોસ્ટગાર્ડે એરિયલ સરવે કર્યો

પશ્ચિમ બંગાળમાં અથડાયું ફાની, ઉત્તર ભારત સુધી વાવાઝોડાની અસર, વાદળિયા વાતાવરણથી લઈને હળવોથી મધ્યમ ભારે થયો વરસાદ

gujarati.news18.com | May 4, 2019, 4:19 PM IST
facebook Twitter Linkedin
Last Updated May 4, 2019
auto-refresh

Highlights

8:55 am (IST)
Load More
ઓડિશામાં તબાહી મચાવ્યા બાદ ફાની વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયું છે. શનિવારે ફાની ખડગપુરને પાર કરીને પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું હતું. પ્રાપ્ત અહેવાલો મુજબ પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યા બાદ ફાની નબળું પડી ગયું છે. ઓડિશામાં ફાનીના કારણે 10 લોકોની મોત થઈ છે. ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. વર્ષ 1999 બાદ આવેલા સૌથી મોટા વાવાઝોડા સામે રાહત કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે રૂપિયા 1,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. ફાનીના કારણે ઓડિશાના 10,000 ગામડા અને 52 શહેરો પ્રભાવિત થયા છે. વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ફોન પર વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદી સોમવારે ફાની પ્રભાવિત ઓડિશાની મુલાકાત લેશે.

પશ્ચિમ બંગાળ સરકારે અગાઉથી જ રાજ્યના નદિયા, મિદનાપુર, ઉત્તરીય 24 પરગના, અને હાવડા જિલ્લામાં 45 હજાર લોકોનું સ્થળાંતર કરી ચુકી છે. ફાનીના કારમે પશ્ચિમ બંગાળનું હલ્દીયા બંદર બંધ કરવામાં આવ્યું છે. અગાઉ કોલકાત્તા એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું

ઓડિશામાં ફાનીના કારણે અનેક ઘર અને બિલ્ડિંગને નુકસાન થયું છે. અત્યારસુધીમાં ઓડિશામાં 10 મોત અને 160 લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. ઓડિશાના પુરી અને ભુવનેશ્વરમાં અંધકાર છવાયો છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ છે.

Cyclone 'FANI' વિશેની Live Updates માટે વાંચતા રહો News18 Gujarati
corona virus btn
corona virus btn
Loading