Home /News /national-international /લોકસભા ચૂંટણી 2019ઃ 11 એપ્રિલે મતદાન અને 23 મેના રોજ પરિણામ

લોકસભા ચૂંટણી 2019ઃ 11 એપ્રિલે મતદાન અને 23 મેના રોજ પરિણામ

ભારતના ઇલેક્શન કમિશન રવિવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજાનાર આ પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી, કુલ સાત તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 11 એપ્રિલે યોજાશે. આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે.

પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ થશે, બીજા તબક્કાનું 18 એપ્રિલ
, ત્રીજા તબક્કાનું 23 એપ્રિલ, ચોથા તબક્કાનું 29 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 06 મે, છઠ્ઠા તબક્કાનું 12 મે, સાતમાં તબક્કાનું 19 મે. ત્યારબાદ અંતમાં 23 મેના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે



ચૂંટણીમાં યૂઝ થનારા તમામ VVPAT અને EVM મશીનો GPSથી ક્નેક્ટ હશે.EVMમાં ઉમેદવારોની તસવીરો પણ હશે. દેશભરમાં 10 લાખ મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. જે વર્ષ 2014ની ચૂંટણીમાં 9 લાખ હતા. ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું કે મતદાતાઓએ નામ ચેક કરાવવા માટે સ્પેશિયલ નંબર 1950 બહાર પડાયા છે.

આ વખતની લોકસભા ચૂંટણીમાં 18થી 19 વયના મતદારોની સંખ્યા દોઢ કરોડ છે.

તામિલનાડુ, આંધ્રપ્રદેશ, અરુણાચલ, સિક્કિમ અને ઓડિશાના વિધાનસભાની ચૂંટણીનું મતદાન લોકસભા ચૂંટણીની સાથે જ થશે. તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી વિધાનસભાની ચૂંટણી લોકસભા સાથે નહીં યોજાય.

પ્રથમ તબક્કામાં 11 એપ્રિલે આંધ્ર પ્રદેશની 25, આસામની પાંચ, બિહાર પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, જમ્મુ કાશ્મીરની બે, મહારાષ્ટ્રની સાત, મણીપુરની બે, મેઘાલયની બે, નાગાલેન્ડની એક, મિઝોરમની એક, તેલંગણાની 17, ઉત્તર પ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ, પશ્ચિમ બંગાળની બે સીટ પર મતદાન થશે. બીજા ચરણમાં 18 એપ્રિલે આસામની પાંચ, બિહારની પાંચ, છત્તીસગઢની ત્રણ, જમ્મુ કાશ્મીરની બે, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, મણિપુરની એક, ઓડિશાની પાંચ, તામિલનાડુની 39, ઉત્તરપ્રદેશની 8, પશ્ચિમ બંગાળની ત્રણ અને પોંડીચેરીની એક સીટ પર મતદાન હાથ ધરાશે. ત્રીજા ચરણમાં 23 એપ્રિલે આસામની ચાર, બિહારની પાંચ, છત્તીસગઢની સાત, ગુજરાતની 26, ગોવાની બે, જમ્મુ કાશ્મીરની એક, કર્ણાટકની 14, કેરળની 20, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ, ઉત્તર પ્રદેશની 10, પશ્ચિમ બંગાળની પાંચ, દાદરા તથા નગર હવેલીની એક, દમણ અને દિવની એક એક સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.ચોથા ચરણમાં 29 એપ્રિલે બિહારની પાંચ, જમ્મુ કાશ્મીરની એક, ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની છહ, મહારાષ્ટ્રની 17, ઓડિશાની છ, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશની 13 અને પશ્ચિમ બંગાળની આઠ સીટ પર મતદાન થશે. પાંચમાં ચરણમાં 6 મેએ બિહારની પાંચ, જમ્મુ કાશ્મીરની બે, ઝારખંડની ચાર, મધ્ય પ્રદેશની 7, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 7 સીટ પર મતદાન થશે. છઠ્ઠા ચરણમાં 12 મેના રોજ બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 8 અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર દિલ્હીની તમામ સાત લોકસભા સીટ પર મતદાન થશે.સાતમાં ચરણમાં 19 મેના રોજ બિહારની આઠ, ઝારખંડની ત્રણ, પંજાબની 13, પશ્ચિમ બંગાળની નવ, ચંદીગઢની એક, ઉત્તર પ્રદેશની 13 અને હિમાચલ પ્રદેશની 4 સીટ પર મતદાન હાથ ધરાશે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો