મુંબઈઃ મેટ્રો સાઈટ પરથી મળ્યો જીવતો બોમ્બ, ડિફ્યૂઝ કરતી વખતે ફાટ્યો

News18 Gujarati
Updated: January 11, 2018, 4:02 PM IST
મુંબઈઃ મેટ્રો સાઈટ પરથી મળ્યો જીવતો બોમ્બ, ડિફ્યૂઝ કરતી વખતે ફાટ્યો
ફાઈલ તસવીર

બોમ્બ મળવાના સમાચાર બાદ મુંબઈ પોલીસની બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી

  • Share this:
મુંબઈઃ બુધવારે સાંજે મુંબઈ સેન્ટ્રલ ખાતે મેટ્રોના બાંધકામ સ્થળે એક જીવતો બોમ્બ મળ્યો હતો. બાંધકામ સ્થળેથી એક જૂનો જીવતો બોમ્બ મળી આવ્યો હતો. બોમ્બ મળવાના સમાચાર બાદ મુંબઈ પોલીસની બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને બોમ્બને ડિફ્યૂઝ કરવાની કામગીરી શરૂ કરી હતી.

બોમ્બને ડિફ્યૂઝ કરતી વખતે તેમાં બ્લાસ્ટ થયો હતો. જોકે, આ બોમ્બ ઓછી તિવ્રતાનો હોવાને કારણે કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મેટ્રો સાઈટ પર 6.30 વાગ્યાની આસપાસ કામ કરતા વર્કરોએ મુંબઈ પોલીસને જાણ કરી હતી કે તેમને ખોદકામ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે.

પોલીસે ઘટનાસ્થળેથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબમાં મોકલી આપ્યા છે. પોલીસ હાલ એવી તપાસ કરી રહી છે કે આ બોમ્બ ભૂતકાળમાં કોઈ આતંકી કાવતરું પાર પાડવાના ભાગરૂપે લાવવામાં આવ્યો હતો કે શું? તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બોમ્બમાં ઉપયોગમાં આવેલા વિસ્ફોટકોમાંથી એક ફટાકડામાં ઉપયોગમાં લેવામાં આવતો પાઉડર હતો.
First published: January 11, 2018, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading