નાની બાળકી મિત્રને પ્રેમથી આપી રહી હતી સાંત્વના, વાયરલ વીડિયોએ મોહી લીધું સૌનું મન

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

એક નાની બાળકી પોતાની દોસ્તને સાંત્વના આપતી નજરે આવે છે.

  • Share this:
Viral video: નાના બાળકો ઘણી વખત મોટી વાતો કહી જાય છે. પરંતુ ક્યારેક તેમની અંદર રહેલી કરૂણા મોટાઓ માટે એક બોધ બની જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા બાળકોના અનેક વીડિયો આપણને અહેસાસ કરાવે છે કે, બાળકોમાં કરૂણા અને સહાનૂભૂતિ જીવંત છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં એક નાની બાળકી પોતાની દોસ્તને સાંત્વના આપતી નજરે આવે છે. આ ખરેખર એક એવી બાબત છે, જે વડીલોએ પણ બાળકો પાસેથી શીખવી જોઇએ.

શું છે વિડીયોમાં?

આ વીડિયોમાં એક બાળકી એક નાના છોકરાને સમજાવતી નજરે આવે છે, કારણ કે, તે છોકરો પોતાના ઘરથી દૂર હોવાથી દુખી હોય છે. તેવામાં તેની બાજુમાં ઉભેલી નાની બાળકી કહે છે કે, આપણે લોકો એપ્રિલમાં જઇશું, આ રીતે રડીશ નહીં. આ વાત સમજાવતા બાળકી પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે છે અને તેની પીઠી અને ખભા થપથપાવી ન રડવા માટે સમજાવે છે.

આ વીડિયો માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર @NKhenrab નામના યુઝરે શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “પ્રેમ માણસમાં એક જન્મજાત ગુણ છે. ન કે માત્ર અર્જીત ગુણ. પ્રેમની તાકાત તે છે કે તે કોઇને પણ થઇ શકે છે. પ્રેમ કરતા રહો.”. આ વીડિયો અરૂણાચલ પ્રદેશના તવાંગ જીલ્લાનો હોવાનું જણાવાઇ રહ્યું છે. વિડીયોએ માત્ર સામાન્ય લોકોનું ધ્યાન નથી ખેંચ્યું, પરંતુ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમાં ખાંડૂએ પણ આ સુંદર વીડિયોને પોતાના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને બાળકીની સમજદારી અને કરૂણાના વખાણ કર્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લાઇક્સ અને શેર મળી ચૂક્યા છે.



તો બીજી તરફ લોકો પણ આ વીડિયો પર કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપવાથી રોકી શકતા નથી. વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, મારે પણ આવા મિત્રો જોઇએ છે. હું ઇચ્છું છુ કે મારા બાળકોને પણ આવા જ મિત્રો મળે. જ્યારે અન્ય એક યુઝરે વખાણ કરતા કમેન્ટ કરી કે, કેટલો સુંદર વિડીયો છે, જવાબદારી પૂર્ણ સંસ્કારો છે. આ રીતે અસંખ્ય લોકો આ વિડીયોને હાલ ટ્વિટર પર શેર કરી રહ્યા છે અને બાળકીની સમજદારીના ભરપૂર વખાણ પણ કરી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published: