Viral video: બર્ગર ન મળવા બદલ બાળકે દેખાડ્યો ક્યૂટ ગુસ્સો, યુઝર્સને યાદ આવી ગયું પોતાનું બાળપણ

વીડિયોમાં દેખાતો બાળક

બર્ગર માટે બાળક એટલું નારાજ થયું હતું કે, ઘણા લોકોના હૃદય પીગળી ગયા છે. લોકોને આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે.

  • Share this:
    સોશ્યલ મીડિયા પર અવારનવાર ઘણા વીડિયો વાયરલ થાય છે. આવા વીડિયો અનેક લોકો દ્વારા શેર કરવામાં આવે છે. ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બર્ગર માટે બાળક એટલું નારાજ થયું હતું કે, ઘણા લોકોના હૃદય પીગળી ગયા છે. લોકોને આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે.

    શું છે આ વિડીયોમાં?

    1.18 મિનિટના વીડિયોમાં બાળક રિસાયેલું જોવા મળે છે. તેની સામે તેની બહેન બેઠી છે. તેની બહેને પોતાના માટે બર્ગર મંગાવ્યો છે, પરંતુ બાળક માટે નથી મંગાવ્યો. જેથી બાળક રિસાઈ ગયો છે. તેની બહેન બર્ગર બાબતે સતત તેને ચિડાવી રહી છે. જેથી તેને વિડીયોમાં "મારે બર્ગર નથી ખાવો. મારી સાથે વાત ન કર. હું તારું બર્ગર જોઇશ પણ નહીં." તેવું કહેતા જોઈ શકાય છે.

    ત્યાર બાદ તેની બહેન બાળકને કહે છે કે, તું પૈસાની વ્યવસ્થા કરીને પણ બર્ગર મંગાવી શકે છે. જેથી ચિડાયેલો બાળક કહે છે કે, તું મારી સાથે વાત જ ના કર. તું મારા માટે ઓર્ડર ન આપ. ત્યારબાદ ગુસ્સે થઈને ત્યાંથી જતી વખતે કહે છે કે, હું કાંઈ ખાવાનો નથી. હું ભૂખ્યો રહીશ.

    ગોધરા: માહીએ 1 મિનિટમાં 151 બાઈસિકલ ક્રન્ચીસ કરીને India Book of Recordsમાં મેળવ્યું સ્થાન

    આ વીડિયોને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. @MFuturewala નામના યુઝરે 21 જુલાઈએ આ વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, બર્ગર માટે આટલો રોષ યોગ્ય નથી.



    વિડીયો વાઇરલ થતા યુઝર્સની કૉમેન્ટ્સ

    આ વિડીયો 45 હજારથી વધુ વખત જોવાયો છે. 384 લોકોએ રિટ્વિટ અને 3 હજાર લોકોએ લાઈક કર્યો છે. એક યુઝર લખે છે કે, હા... હા... આપણે ક્યારેક આવું કરીયે છીએ. આજે પણ ભાઈ-બહેન મનપસંદ વસ્તુ ન આપે તો ગુસ્સો કરીએ છીએ. બીજા યુઝરે લખ્યું કે, બાળકને બધા જ બર્ગર આપી દો. અન્ય યુઝરે લખ્યું કે, સો સ્વીટ.. નારાજગીનો કોઈ જવાબ નથી. બાળકને બર્ગર મળ્યો હશે તેવી આશા છે. આ વિડીયોમાં કોમેન્ટ કરતી વખતે ઘણા લોકોએ ઝૉમેટો અને બર્ગર કિંગને પણ ટેગ કર્યા છે.
    First published: