કબૂતરને ચમચીથી પાણી પીવડાવતા ભૂલકાનો વીડિયો વાયરલ, લોકોએ ખૂબ વખાણ્યો

કબૂતરને ચમચીથી પાણી પીવડાવતા ભૂલકાનો વીડિયો વાયરલ, લોકોએ ખૂબ વખાણ્યો (Credit: Priyamvada22S/Twitter)

આ વીડિયોએ અનેક લોકોના દિલ જીતી લીધા છે

  • Share this:
ઉનાળામાં ઘણી સંસ્થાઓ અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરે છે. ઘણા સેવાભાવી લોકો પોતાના ઘરઆંગણે અથવા અગાસી ઉપર પક્ષીઓને પાણી મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરે છે. આવી સ્થિતિમાં માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં ભુલકાએ બાલ્કની નજીક બેઠેલા કબૂતરને પાણી પીવડાવવામાં ક્રિએટિવિટી દાખવી હતી.

વન વિભાગના અધિકારી સુસંતા નંદાએ આ વીડિયો શેર કર્યો હતો. જેમાં પાણી ભરેલી ચમચીથી તે કબૂતરને પાણી પીવડાવે છે. શરૂઆતમાં દેખાય છે કે, કબૂતર બાળક પર વિશ્વાસ કરી શકતું નથી. પરંતુ જ્યારે તે પોતાનો હાથ આગળ લંબાવે છે, ત્યારે કબૂતર ચમચીમાંથી પાણી પીતું દેખાય છે.

આ પણ વાંચો - એકથી વધુ પોલિસીમાં ગૂંચવડા થાય છે? ઈ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટનો કરો ઉપયોગઆ વીડિયોએ અનેક લોકોના દિલ જીતી લીધા છે. અડધી મિનિટના આ વીડિયોને 36 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. 5500 લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. કોમેન્ટ બોક્સમાં લોકો બાળકની માનવતાના વખાણ કરી રહ્યા છે. મૂંગા પક્ષીઓનું કઈ રીતે ધ્યાન રાખી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ આ બાળકે પૂરું પાડયું હોવાનું યૂઝર્સનું કહેવું છે.

આ વીડિયો જોઈને અનેક લોકોએ બાળકની માનવતાને બિરદાવી છે. આ વીડિયો પ્રિયંવડા નામની વ્યક્તિએ સૌપ્રથમ 6 એપ્રિલે શેર કર્યો હતો. વીડિયોને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. લોકોએ કહ્યું છે કે આપણે બાળક પાસેથી કંઈક શીખવું જોઈએ. આ નાના ભૂલકાના હૃદય જેવી દયા આપણા બધામાં રહે તેવી આશા રાખીએ છીએ.
First published: