Home /News /national-international /Xiaomi-Huawei જેવા ચાઇનીઝ ફોન વાપરો છો તો થઇ જાઓ સાવધાન, આ દેશે ફોનને ફેંકી દેવા કહ્યું

Xiaomi-Huawei જેવા ચાઇનીઝ ફોન વાપરો છો તો થઇ જાઓ સાવધાન, આ દેશે ફોનને ફેંકી દેવા કહ્યું

ચેતવણી એક સરકારી રિપોર્ટના આધારે આપી છે (પ્રતિકાત્મક તસવીર)

Chinese mobile phones- આ દેશના મંત્રાલયે તેવી પણ સલાહ આપી છે કે લોકો શાઓમી કે MI જેવી ચાઈનીઝ કંપનીઓના ફોન ખરીદવાથી બચે. સાથે જ જે લોકોએ ચાઇનીઝ ફોન ખરીદ્યો છે, તે તેને ફેંકી દે

યૂરોપીયન દેશ લિથુઆનિયાના (Lithuania)રક્ષા મંત્રાલયે (Defense Ministry)વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે કે ચીનનો ફોન (Chinese mobile phones)વાપરતા હોય તો તાત્કિલિત ધોરણે બદલી દો. મંત્રાલયે તેવી પણ સલાહ આપી છે કે લોકો શાઓમી કે MI જેવી ચાઈનીઝ (China)કંપનીઓના ફોન ખરીદવાથી બચે. સાથે જ જે લોકોએ ચાઇનીઝ ફોન ખરીદ્યો છે, તે તેને ફેંકી દે. રક્ષા મંત્રાલયે ચેતવણી એક સરકારી રિપોર્ટના આધારે આપી છે. જેમાં જાણવા મળ્યું કે ચાઇનીઝ ફોનની અંદર પહેલાથી જ સેન્સરશિપની ક્ષમતા હોય છે.

ફોનમાં હતી સેન્સરશિપ

લિથુઆનીયાની સરકારી સાઈબર સિક્યોરિટી ફર્મે એક નિવેદનમાં જણાવ્યું કે, યૂરોપમાં ચાઇનીઝ કંપની શાઓમીએ જે સ્માર્ટફોન વેચ્યા છે, તેમાં પહેલાથી જ અમુક શબ્દો જેવા કે ફ્રી તિબ્બત, લોંગ લીવ તાઇવાન ઈન્ડિપેન્ડન્સ કે ડેમોક્રેટિક મૂવમેન્ટને સેંસર કરવાની ક્ષમતા હોય છે. રક્ષા મંત્રાલયે સાઈબર સિક્યોરિટી સેન્ટરે પોતાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, શાઓમીએ પોતાના Mi 10T 5Gના સોફ્ટવેરની ક્ષમતા યૂરોપીય સંઘ ક્ષેત્ર માટે બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તેને ગમે ત્યારે ગમે ત્યાંથી શરૂ કરી શકાય છે.

શાઓમીએ લિથુઆનિયાની ચેતવણી પર ન આપ્યું કોઈ નિવેદન

લિથુઆનિયાના ઉપ રક્ષામંત્રી માર્ગીરિસ અબૂકેવિસિયસે રિપોર્ટ વિશે કહ્યું કે, અમારી સલાહ છે કે નવા ચાઇનીઝ સ્માર્ટફોન ખરીદવામાં ન આવે અને જે લોકો પહેલાથી જ ખરીદી ચૂક્યા છે, તે જલદી જ તેને ફેંકી દે. જોકે, હજુ શાઓમીએ લિથુઆનિયા સરકારની આ ચેતવણી પર કોઇ જ પ્રતિક્રિયા કે નિવેદન આપ્યું નથી. જણાવી દઇએ કે હાલ લિથુઆનિયા અને ચીન સરકાર વચ્ચે સંબંધો ખરાબ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો - ઇ કોમર્સ કંપની Amazonએ કેમ આપી 8,546 હજાર કરોડની લાંચ? ગુજરાતમાં ડ્રગ્સ મામલાની થાય તપાસ- રણદીપ સુરજેવાલા

ચીન અને લિથુઆનિયાના સંબંધોમાં તિરાડ

ચીને ગત મહિને માંગ કરી હતી કે લિથુઆનિયા બેઇજીંગથી પોતાના રાજદૂતો પરત બોલાવી લે. હકીકતમાં લિથુઆનિયામાં તાઇવાનના રાજકીય મિશનને લઇને ચીન અને લિથુઆનિયા વચ્ચે કડવાશ આવી છે. તાઇવાને જણાવ્યું કે, તે લિથુઆનિયામાં પોતાના મિશનને તાઇવાન પ્રતિનિધિ ઓફિસ કહેશે. આ જાહેરાત બાદ ચીનના પેટમાં તેલ રેડાયું છે અને તેણે લિથુઆનિયાથી પોતાના રાજદૂત પરત બોલાવવાની ધમકી આપી છે.

વિશ્વભરના દેશો રહે એલર્ટઃ લિથુઆનિયા

નેશનલ સાઇબર સેન્ટરની રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, શાઓમી ફોન સિંગાપુરમાં એક સર્વર પર એન્ક્રિપ્ટેડ ડેટા મોકલી રહ્યું હતું. ચીનના હુઆવેઇ દ્વારા P40 5G ફોનમાં પણ એક સુરક્ષા ખામી મળી હતી. ચીની નિર્માતા કંપની વન પ્લસના ફોનમાં કોઇ સુરક્ષા ખામી મળી નથી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ડિફોલ્ટ ઇન્ટરને બ્રાઉઝર સહિત શાઓમી ફોનના સિસ્ટમ એપ દ્વારા સેન્સર કરી શકાતી શરતોની યાદીમાં વર્તમાનમાં ચીનમાં 449 શબ્દો સામેલ છે અને તેને સતત અપડેટ કરાઇ રહ્યા છે. રિપોર્ટમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે આ માત્ર લિથુઆનિયા માટે જ નહીં પરંતુ શાઓમી ડિવાઇસનો ઉપયોગ કરતા તમામ દેશો માટે મહત્વપૂર્ણ છે.
First published:

Tags: Chinese mobile phones, Lithuania, ચીન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો