ભાજપનાં નેતાએ સંમેલનમાં ભોજન સાથે લોકોને દારૂની બોટલો પણ આપી

ઉત્તર પ્રદેશમાં ભાજપનાં નેતા નરેશ અગ્રવાલનાં દીકરાએ આ કાર્યક્રમ યોજ્યો હતો

ઉત્તર પ્રદેશમાં ભાજપનાં નેતા નરેશ અગ્રવાલનાં દીકરાએ આ કાર્યક્રમ યોજ્યો હતો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તર પ્રદેશમાં ભાજપનાં નેતા નરેશ અગ્રવાલનાં દીકરાએ આ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં નરેશ અગ્રવાલ પોતે હાજર રહ્યા હતા.

  આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, નરેશ અગ્રવાલનાં દીકરા નીતિને આ કાર્યક્રમ પાસી કોમ્યુનટી માટે યોજ્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ ગઇ હતી. જેમાં નીતિન અગ્રવાલે લોકોને પેકેટ ફૂડ આપ્યુ હતુ જેમાં દારૂની બોટલો પણ હતી.

  નીતિન અગ્રવાલે ડાયસ પરથી જાહેરાત કરતા કહ્યુ હતું કે, ગામનાં મુખ્ય લોકો જમવા માટે જાય. જમવાનું તેમના માટે તૈયાર છે.

  આ ભોજનનો લાભ લેનારા કેટલાક વ્યક્તિઓમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, મેં ફુડ પેકેટ ખોલ્યુ તો તેમાં દારૂની બોટલ પણ મળી હતી.

  મહત્વની વાત એ છે કે, આ ફૂડ પેકેટ નાના છોકરાઓને પણ વહેંચવામાં આવ્યા હતા.

  આ ઘટના પ્રકાશમાં આવતા ભાજપનાં નેતા પર પસ્તાળ પળી હતી. ભાજપનાં એક સાંસદ અંશુલ વર્માએ આ સમગ્ર ઘટનાની ટિકા કરતા કહ્યું કે, નરેશ અગ્રવાલે જે કર્યુ છે તે ખોટું છે અને તેઓ આ મુદ્દે પાર્ટીનાં નેતાઓ સાથે વાત કરશે. કેમ કે, આ ફૂડ પેકેડ બાળકોને પણ વહેંચવામાં આવ્યા હતા. હું સ્થાનિક વહીવટીતંત્રને પણ આ વિશે લખીશ કે તેમણે આ કાર્યક્રમને મંજૂરી જ કેમ આપી”

  અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટીમાં હતા અને થોડા સમય પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમનો દીકરો નીતિન ધારાસભ્ય છે.
  Published by:Azhar Patangwala
  First published: