Home /News /national-international /કર્ણાટક : લિંગાયતને અલગ ધર્મના દરજ્જા પર સીએમ સિદ્ધારમૈયાએ લગાવી મહોર

કર્ણાટક : લિંગાયતને અલગ ધર્મના દરજ્જા પર સીએમ સિદ્ધારમૈયાએ લગાવી મહોર

કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપી દીધો છે. રાજ્યમાં સરકારે લિંગાયતોની માંગ પર વિચાર માટે હાઈકોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ નાગામોહન દાસની અધ્યક્ષતામાં એક સમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ લિંગાયત સમુદાય માટે લઘુમતિ દરજ્જાની ભલામણ કરી હતી, જેને કેબિનેટની તરફથી હવે મંજૂરી આપી દેવામાં આવી છે.

કેબિનેટ બેઠક બાદ મીડિયાથી વાતચીતમાં જળ સંસાધન મંત્રી અને લિંગાયત નેતા એમબી પાટિલે કહ્યું, "અમારી લડાઈ આજેના અમને સકારાત્મક પરિણામ મળ્યા છે. અમે હંમેશા કહી રહ્યાં છીએ કે, લિંગાયત હિન્દુ ધર્મ નથી. આશા છે કે, કેન્દ્ર હવે અમારી માંગ માની લેશે."

લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાની માંગ આરએસએસ પહેલા જ હિન્દુ ધર્મમાં ભાગલા પાડવાની કોશિશ ગણાવીને ફગાવી ચૂક્યો છે. જ્યારે કેબિનેટના આ નિર્ણય પર પ્રદેશ બીજેપીના પ્રવક્તા એસ પ્રકાસે કોંગ્રેસ સરકારના આ નિર્ણયને ચૂંટણી સાથે જોડી દીધો છે. તેમના મતે આ કોંગ્રેસનો આ નિર્ણય આવનાર વિધાનસભાની ચૂ્ંટણીલક્ષી છે.

લિંગાયત સમુદાયને કર્ણાટકમાં ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને લાંબા સમયથી તેઓ બીજેપીને સાથ આપી રહ્યાં હતા. એવામાં આ વર્ષે એપ્રિલ-મેમાં થનાર વિધાનસભા ઈલેક્શનનને લઈને મુખ્યમંત્રીના આ નિર્ણયને પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
First published:

Tags: Siddaramaiah