Home /News /national-international /Opinion: મિત્રોને પારખવામાં રાહુલ ગાંધી પિતા રાજીવ જેટલા જ કાચા ખેલાડી: જેમને પોતાના સમજ્યા તેમણે જ દગો કર્યો

Opinion: મિત્રોને પારખવામાં રાહુલ ગાંધી પિતા રાજીવ જેટલા જ કાચા ખેલાડી: જેમને પોતાના સમજ્યા તેમણે જ દગો કર્યો

રાજીવ ગાંધીની જેમ રાહુલ ગાંધીએ પણ અત્યાર સુધી જેને પોતાના સમજ્યા, મિત્રો બનાવ્યા, તે તેમનાથી દૂર થઈ ગયા અને આગળ વધ્યા કે દગો આપી ગયા છે

Congress Leader Rahul Gandhi - રાજકિય પંડિતોનું (Political Pundit) માનવું છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) રાજનીતિ કરવા અને મિત્રોની પસંદગી કરવા બાબતે આજે પણ કાચા ખેલાડી છે

(પલ્લવી ઘોષ)

વર્ષ 1985માં આવેલી ખ્યાતનામ હિન્દી ફિલ્મ ‘આખિર ક્યો’નું "દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હૈ" ગીત આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) પર એકદમ સટીક બેસે છે. રાજકિય પંડિતોનું (Political Pundit) માનવું છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) રાજનીતિ કરવા અને મિત્રોની પસંદગી કરવા બાબતે આજે પણ કાચા ખેલાડી છે. આ બાબતે રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી (Rajiv Gandhi) જેવા જ છે. રાજીવ ગાંધીની જેમ રાહુલ ગાંધીએ પણ અત્યાર સુધી જેને પોતાના સમજ્યા, મિત્રો બનાવ્યા, તે તેમનાથી દૂર થઈ ગયા અને આગળ વધ્યા કે દગો આપી ગયા છે.

રાહુલને તેમની 'બાબા બ્રિગેડ'થી આઘાત લાગ્યો

કોંગ્રેસનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરનારા જણાવે છે કે 2004થી 2014 સુધીના સમયગાળામાં રાહુલ ગાંધીની ટીમ બાબા બ્રિગેડ (Baba Brigade)ના કોંગ્રેસમાં સિક્કા પડતા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia), જિતિન પ્રસાદ, આરપીએન સિંહ (Jitin Prasad), સચિન પાયલટ (Sachin Pilot), મિલિંદ દેવડા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા જેવા નેતાઓ બાબા બ્રિગેડના મુખ્ય ચહેરા હતા.

વર્ષ 2004માં જ્યારે કોંગ્રેસની આગેવાનીમાં યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)ની સરકાર બની ત્યારે રાહુલે તેમની બ્રિગેડના તમામ સભ્યો કેન્દ્રમાં મંત્રી બને તેનો આગ્રહ રાખ્યો હતો. તેમણે તેમને મજબૂત મંત્રાલયો પણ અપાવ્યા અને સરકારમાં તેમની વિચારસરણીનો અમલ કર્યો હતો. પાર્ટીના કામકાજમાં પણ બાબા બ્રિગેડની વગ હતી. બેઠકો દરમિયાન અને અન્ય પ્રસંગોએ કોંગ્રેસ કાર્યાલયમાં જ્યાં આ ટુકડી બેસતી હતી, તે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હતું. પરંતુ વર્ષ 2014માં કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ જતા જ બાબા બ્રિગેડ તૂટી ગઈ હતી.

આજે સ્થિતિ એ છે કે, રાહુલ ગાંધી જે પાર્ટીની વિચારધારા સામે લડવા પ્રયત્નશીલ છે તે જ ભાજપમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ અને આરપીએન સિંહ જેવા નેતાઓ સામેલ થયા છે. બીજી તરફ મિલિંદ દેવરા, દીપેન્દ્ર હુડ્ડા, સચિન પાયલટ જેવા નેતાઓ પાર્ટીમાં તો છે, પણ તેઓ રાહુલ સાથે જોવા મળતા નથી. તેઓ તેમના પોતાના સ્થાનોને જાળવવા માટે સંઘર્ષ કરતા હોય તેવું લાગે છે.

આ પણ વાંચો - Punjab assembly elections : પંજાબના ચૂંટણી અખાડામાં હજુ સુધી નથી જોવા મળ્યો ઢાઇ કિલોનો હાથ, આખરે ક્યાં ગાયબ છે સની દેઓલ?

આવી જ રીતે રાજીવ ગાંધીને તેમની દૂન ગેંગે ઝટકો આપ્યો હતો

જાણકારોના મતે રાહુલની સ્થિતિ એક સમયે તેમના પિતા રાજીવ ગાંધી જેવી જ છે. એ જમાનામાં જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને કોંગ્રેસ સુપ્રીમો બન્યા ત્યારે તેમની આસપાસ દૂન સ્કૂલમાં ભણેલા સહાધ્યાયીઓ મુખ્ય સલાહકાર હતા. ત્યારે આ તમામને કોંગ્રેસમાં દૂન ગેંગ (Doon Gang) કહેવામાં આવતા હતા. તેમાં વિશ્વનાથ પ્રતાપ સિંહ (VP Singh), અરુણ સિંહ (Arun Singh) જેવા નેતાઓના નામ હતા. જેમાંથી અરુણસિંહને રાજીવ ગાંધીએ સંરક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતા. કહેવાય છે કે, તેમણે વડા પ્રધાનને વિશ્વાસમાં લીધા વિના ભારત-પાક સરહદ પર ઓપરેશન બ્રાસ્ટેક નામના યુદ્ધ અભ્યાસને મંજૂરી આપી હતી. પાકિસ્તાનને જેવી આ યોજનાની જાણ થઈ કે, તરત જ તેણે પોતાની સેનાને ફ્રન્ટલાઈન પર તૈનાત કરવાનું શરૂ કરી દીધું હતું અને સરહદો પર તંગદિલી ઊભી થઈ હતી. વ્યૂહાત્મક અને રાજદ્વારી સ્તરે ગેરસમજની સ્થિતિ ઉભી થઇ હતી. ત્યારે વિદેશ મંત્રી નટવર સિંહ હતા. જ્યારે તેમણે વડાપ્રધાન રાજીવ ગાંધીને આ વિશે જણાવ્યું ત્યારે તેમની પ્રતિક્રિયા માત્ર એટલી જ હતી કે, "તેઓ (અરુણ સિંહ) મારા મિત્ર છે." તેમણે સંરક્ષણ રાજ્યમંત્રી સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.

ત્યારબાદ બોફોર્સ તોપોની ખરીદીમાં બોફોર્સ કૌભાંડ (Bofors scam)નો આક્ષેપ થયો હતો. ત્યારે પણ રાજીવ ગાંધી (Rajiv Gandhi) મૌન રહ્યા હતા. બાદમાં વી.પી.સિંહે (VP Singh) આ કૌભાંડનું કારણ આપી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. તેઓ કેન્દ્રની સત્તા સુધી પહોંચ્યા અને વડા પ્રધાન બન્યા હતા. બીજી તરફ અરુણ સિંહે પણ રાજીવ ગાંધી સાથે છેડો ફાડ્યો હતો. કહેવાય છે કે રાજીવ છેલ્લી ઘડી સુધી મિત્રોના દગાને ભૂલી શક્યા નહીં.

આ પણ વાંચો - Punjab Election 2022 : કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, બે સીટો પરથી ચૂંટણી લડશે સીએમ ચરણજીત સિંહ ચન્ની

સોનિયા ગાંધી હોશિયાર નીકળ્યા

મિત્રો સાથેના સંબંધો મામલે સોનિયા ગાંધી (Sonia Gandhi)ને તેમના પતિ અને પુત્રની સરખામણીમાં વધુ હોશિયાર છે. એવું કહેવામાં આવે છે કે તેઓ રાજકારણ અંગે મિત્રોની સલાહ લેતા નથી અને રાજકીય સલાહકારોને મિત્રો બનાવતા નથી. આ બાબતે વરિષ્ઠ પત્રકાર સુમન દુબેનો દાખલો આપવામાં આવે છે. સુમન અને તેમનો પરિવાર સોનિયા ગાંધીની ખૂબ નજીક રહ્યો છે. પરંતુ સોનિયા ગાંધી રાજકારણ બાબતે ક્યારેય તેમની સલાહ લેતા નથી અને સુમન પોતે પણ આવી બાબતે સોનિયાને સલાહ આપતા નથી.

વડીલો પાસેથી સલાહ લે છે રાહુલ ગાંધી

રાહુલ માટે હવે વડીલ નેતાઓની સલાહ લે છે. આ નેતાઓને ભૂતકાળમાં કોંગ્રેસમાં જી-23નો ટેગ મળ્યો હતો. કારણ કે પાર્ટીના નેતૃત્વ અને ખાસ કરીને રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવનાર કુલ 23 વૃદ્ધો હતા. એટલે હવે જ્યારે રાહુલનો સલાહકારો તેમને છોડીને જઈ રહ્યા છે ત્યારે જી-23ના એક નેતા તેમને સલાહ આપે છે. તેમણે News18Hindi સાથેની વાતચીતમાં કહ્યું કે, રાહુલ ગાંધી અમને પસંદ નથી કરતા. અમારા પર વિશ્વાસ નથી કરતા. પરંતુ અમે આજે પણ પાર્ટીની સાથે છીએ. હવે જ્યારે તેમના મિત્રો હવે દુશ્મન સાથે ભળી ગયા છે તો તેમને એ વિશે વિચારવું જોઈએ.

(Disclaimer: આ લેખકના અંગત મંતવ્યો છે. લેખમાં જણાવેલી કોઈપણ માહિતીની સત્યતા/ચોકસાઈ માટે લેખક પોતે જ જવાબદાર છે. ન્યૂઝ18 આ માટે કોઈ પણ રીતે જવાબદાર નથી.
—–
(વરિષ્ઠ પત્રકાર પલ્લવી ઘોષ છેલ્લા 15 વર્ષથી રાજકારણ અને સંસદની ગતિવિધિઓને કવર કરી રહ્યા છે.)
Published by:Ashish Goyal
First published:

Tags: Jyotiraditya Scindia, રાહુલ ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन