Home /News /national-international /આ છે અભિનંદનની સાહસી માતા, દીકરાએ માતા પાસેથી મેળવ્યા શૌર્ય અને હિંમત

આ છે અભિનંદનની સાહસી માતા, દીકરાએ માતા પાસેથી મેળવ્યા શૌર્ય અને હિંમત

વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની માતા ડો. શોભા વર્ધમાન (ફાઇલ ફોટો)

વિંગ કમાન્ડર અભિનંદનમાં આ સાહસ અને અડગતા પોતાની માતા પાસેથી મળ્યા છે

  એક ફાઇટર પ્લેનના ઉત્તમ પાયલટ બનવા માટે શું જરૂરી છે? પાકિસ્તાની સેનાની કેદથી આઝાદ થઈને ભારત પરત ફરેલા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન 8 વર્ષ જૂના એક વીડિયોમાં આ સવાલનો જવાબ આપતા જોવા મળે છે 'બેડ એટિટ્યૂડ'. પાકિસ્તાનમાં કેદ થવા દરમિયાન સોશિયલ મીડિયા પર આવેલી અભિનંદનની તસવીરોમાં તેમની હિંમત અને સ્થિરતાને જોઈ વર્ધમાન પરિવારને નજીકથી ઓળખનારા રિટાયર્ડ સેનાધિકારીનું કહેવું છે કે અભિનંદનમાં આ સાહસ અને અડગતા પોતાની માતા પાસેથી મળ્યા છે.

  અનેક દશકોથી અભિનંદન વર્ધમાનના પરિવારના નિકટતમ રહેલા રિટાયર્ડ ગ્રુપ કેપ્ટન તરુણ કે સિંધાએ ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરતાં કહ્યું કે પાકિસ્તાનથી અભિનંદનની જે તસવીર સામે આવી, તેમાં તે શાંત અને સ્થિર જોવા મળતા હતા અને આ એ ગુણ છે, જે તેમને તેમની માતા ડો. શોભાના જીન્સના કારણે આવી છે. શોભા મેડિસિન અને સેન્સ ફ્રન્ટિયરની સાથે દુનિયાના અનેક યુદ્ધ તથા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ડોક્ટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.

  ચેન્નઈથી ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં સિંઘાએ કહ્યું કે, શોભા મજબૂત ગુણોવાળી મહિલા રહી છે. યુદ્ધોનો સામનો કરી રહેલા મુશ્કેલ સ્થિતિવાળા વિસ્તારોમાં જઈને તેઓ માનવતાની સેવા કરી ચૂક્યા છે, ઘાયલોના ઈલાજની સાથે તેઓએ હૈતીમાં ગર્ભવતી મહિલાઓ અને તેમના નવજાતોના પણ જીવ બચાવ્યા છે.

  અભિનંદન દુશ્મન દેશના કેદમાં હતા અને એવા સમયમાં સિંધાએ શોભાને મેસેજ કર્યો હતો. જોકે, તેમને આશા નહોતી કે આટલા તણાવભર્યા સમયમાં શોભા મેસેજ વાંચશે કે તેનો કોઈ જવાબ દેશે પરંતુ 15 મિનિટની અંદર જ રાતના સમયે શોભાએ તેમનો જવાબ આપ્યો. આ શોભાના મજબૂત, ચરિત્ર, તેમની માનસિક તાકાત અને તેમની દૃઢતાને દર્શાવે છે કારણ કે આવા સમયમાં જ તેઓ ખુદને સ્થિર રાખી શક્યા હતા.

  આ પણ વાંચો, જાણો કોણ હતી તે મહિલા જે વાઘા બોર્ડર પર IAF પાયલટ અભિનંદનની સાથે દેખાઇ?

  યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઘાયલોની સેવા કરવાની સાથે જ ડો. શોભા સ્વાસ્થ્ય અને શિક્ષાના મુદ્દાઓ પર એક્ટિવિસ્ટ તરીકે પણ સક્રિય રહ્યા છે. લગભગ બે વર્ષ પહેલા જ તેઓએ બાળકના યૌન શોષણના દોષિતોને સખત સજાની રજૂઆત માટે ઇન્ટરનેટ પર એક કેમ્પેન લોન્ચ કર્યું હતું.

  શોભાના કજિન સી. કુંદનાધનનું કહેવું છે કે, શોભા નાનપણથી જ ખૂબ જ બોલ્ડ રહી છે. અભિનંદનના માતા-પિતા બંને વ બોલ્ડ રહ્યા, પરંતા માતા એટલે કે શોભા વધુ. કદાચ તેનું કારણ એ રહ્યું હોય કે તેઓએ મુશ્કેલ સ્થિતિનો સામનો નાનપણથી જ કર્યો છે. તેઓએ નાનપણમાં જ પોતાન પિતાને ગુમાવી દીધા હતા.

  આ પણ વાંચો, બગ સ્કેન, ડીબ્રિફિંગ અને સાઇકો ટેસ્ટ- આજે આ પરીક્ષામાંથી પસાર થશે વિંગ કમાન્ડર અભિનંદન

  સિંધા પહેલા પણ શોભા વિશે એક આર્ટિકલ લખી ચૂક્યા છે, જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ કેવા પ્રકારના ખતરાઓનો સામનો કરતા રહ્યા. ન્યૂઝ18ને તેઓએ આ આર્ટિકલમાં લખેલા કેટલાક ફેક્ટ્સ જણાવતા યાદ કર્યું કે 2005માં આઇવરી કોસ્ટના ઉત્તર વિસ્તારમાં એકે47 અને ધારદાર ચાકુઓની બોલબાલા હતી. આ વિદ્રોહી વિસ્તારમાં શોભા ગયા અને તે પણ જ્યારે તેઓ 300 કિમી દૂર યૂએનના શાંતિ કોરિડોરમાં હતા.

  નાગરિક યુદ્ધો બાદની સ્થિતિમાં શોભા નાઇજીરિયા અને લાઇબેરિયા પણ ગયા હતા. આ ઉપરાંત, ઈરાકમાં, બીજા ખાડી યુદ્ધ દરમિયાન જીવ જોખમમાં નાખવામાં તેઓ બિલકુલ અચકાયા નહીં કારણ કે તે સમયે તેઓ એકમાત્ર એનસ્થીસિયોલોજિસ્ટ હતા. તેઓએ ઈરાન અને ઈરાકના સંઘર્ષનો સૌથી ખતરનાક સમય જોયો. ત્યારબાદ તેઓએ પપુઆ ન્યૂ ગિનિયામાં 2009માં તે આદિવાસીઓનો ઈલાજ કર્યો જેમના માથે તીર અને આવી જ જૂના હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.

  સિંધાએ હેતીના તે મિશનને પણ યાદ કર્યો જ્યારે અપરાધિક સમૂહોના ગઢમાં શોભાએ 3 લાખ ભૂકંપ પીડિતોની સેવા કરી હતી. આવી ઘણી વાથો યાદ કરતાં શોભાના હિંમત અને ધૈર્યની વાતો કરી, જે તેમના તરફથી વારંવાર એ વાતનો ઈશારો હતો કે દેશના વીર નાયક બની ચૂકેલા અભિનંદનના ચરિત્રમાં વીરતા અને સાહસના ગુણોનો સ્ત્રોત શું છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Abhinandan, Air Strike, Indian Air Force, Surgical strike, પાકિસ્તાન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन