Home /News /national-international /જેવી રીતે ભારતને લૂંટ્યું, અમને પણ લૂંટવા માંગે છે: પશ્ચિમી દેશો પર ભડક્યા પુતિન

જેવી રીતે ભારતને લૂંટ્યું, અમને પણ લૂંટવા માંગે છે: પશ્ચિમી દેશો પર ભડક્યા પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું છે કે પશ્ચિમના દેશોએ જેવી રીતે ભારતને લૂંટ્યું છે, તે જ રીતે તે અમને લૂંટવા માંગે છે. જોકે અમે પોતાને એક વસાહત ન બનવા દીધી. પશ્ચિમી દેશોએ ભારત, આફ્રિકા, ચીનને લૂંટી લીધા. તેમણે સમગ્ર દેશોને જ માદક દ્વવ્યોના સેવન અને અન્ય ચીજોને આધીન કરી દીધા. તેઓ પ્રભાવીરૂપથી લોકોનો શિકાર કરી રહ્યાં હતા. અમને એ વાતનો ગર્વ છે કે અમે અન્ય દેશોને લૂંટવાનું ચાલુ રાખવા ન દીધું.

વધુ જુઓ ...
    મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું છે કે પશ્ચિમના દેશોએ જેવી રીતે ભારતને લૂંટ્યું છે, તે જ રીતે તે અમને લૂંટવા માંગે છે. જોકે અમે પોતાને એક વસાહત ન બનવા દીધી. પશ્ચિમી દેશોએ ભારત, આફ્રિકા, ચીનને લૂંટી લીધા. તેમણે સમગ્ર દેશોને જ માદક દ્વવ્યોના સેવન અને અન્ય ચીજોને આધીન કરી દીધા. તેઓ પ્રભાવીરૂપથી લોકોનો શિકાર કરી રહ્યાં હતા. અમને એ વાતનો ગર્વ છે કે અમે અન્ય દેશોને લૂંટવાનું ચાલુ રાખવા ન દીધું.

    યુક્રેને જનમત પર સવાલો ઉઠાવ્યા

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ક્રેમલિનમાં આપેલા ભાષણમાં રશિયાના 4 નવા પ્રદેશોની જાહેરાત કરી છે. તેમણે તેને 4 નવા વિસ્તારોથી જ સંબોધ્યા હતા. ગુરુવારે આ સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે જનમત સંગ્રહ પછી યુક્રેનના 4 રશિયન નિયંત્રિત પ્રદેશોને રશિયાનો ભાગ બનાવવામાં આવશે. જોકે, પશ્ચિમી સરકારો અને યુક્રેને આ પગલાની નિંદા કરી છે. તેમણે જનમત પર સવાલો ઉઠાવ્યા છે. પશ્ચિમી દેશો અને યુક્રેને કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થયો છે અને આ મતમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી.

    આ પણ વાંચો: યુક્રેનના PM અને રશિયાના વિદેશ મંત્રીને મળ્યા એસ.જયશંકર, યુદ્ધ સમાપ્ત કરવાની કરી અપીલ

    રશિયાએ પહેલેથી જ આ વિસ્તારો પર કબજો કરી લીધો હતો

    રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે મોસ્કોની સેનાએ લુહાન્સ્ક, ડોનેત્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝ્યાના આંશિક રીતે કબજે કરેલા યુક્રેનિયન પ્રદેશોમાં લોકમત યોજ્યો હતો. અહીંના રહેવાસીઓએ રશિયાને સમર્થન આપ્યું છે. વાસ્તવિકતા એવી છે કે રશિયન સેનાએ પહેલાથી જ આ વિસ્તારો પર કબજો કરી લીધો હતો અને તેના નિયંત્રણ હેઠળના ભાગને રશિયા સાથે મર્જ કરવાની કાર્યવાહી કરતી વખતે તેની જાહેરાત કરવામાં આવી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Russia, Russia news, Vladimir putin

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन