Home /News /national-international /Breaking News: ક્રિપ્ટોકરન્સીની જેમ રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ ઇ-રૂપિયાની જાહેરાત કરશે

Breaking News: ક્રિપ્ટોકરન્સીની જેમ રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ ઇ-રૂપિયાની જાહેરાત કરશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીર

Breaking News: ક્રિપ્ટોકરન્સીની જેમ રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ ઇ-રૂપિયાની જાહેરાત કરશે. રિટેલ ઇ-નોટ અને હોલસેલ ઇ-રૂપિયા એમ બે અલગ-અલગ રૂપમાં ડિજિટલ કરન્સી જોવા મળશે.

    નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સીની જેમ રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ ઇ-રૂપિયાની જાહેરાત કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોન્સેપ્ટ નોટ જાહેર કરીને ઇ-નોટ કેવી હશે તેની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી બે અલગ અલગ રૂપમાં જોવા મળશે. તેમાં રિટેલ ઇ-નોટ અને હોલસેલ ઇ-રૂપિયા એમ બે અલગ-અલગ રૂપમાં જોવા મળશે. હોલસેલ ઇ-રૂપિયા માત્ર અમુક ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન માટે જ હશે. જ્યારે રિટેલ ઇ-રૂપિયા જાહેર જનતા પણ વાપરી શકશે. આ અંગે સેન્ટ્રલ બેન્કનું કહેવું છે કે, તે ટૂંક સમયમાં જ ઇ-રૂપિયાનો પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરવાનો છે. આ પાયલટ પ્રોજેક્ટ ડિજિટલ રૂપિયાના કેટલાક ખાસ ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે.

    બે મોડેલમાં ડિજિટલ કરન્સી લોન્ચ થશે


    ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મોડલ એમ બે પ્રકારે ઇ-રૂપિયા જોવા મળશે. તેમાં ડાયરેક્ટ મોડલવાળા ઇ-રૂપિયા રિઝર્વ બેન્ક જાહેર કરશે. જ્યારે ઇનડાયરેક્ટ મોડલવાળા ઇ-રૂપિયામાં બેન્કની ભાગીદારી હશે. ટોકન તરીકે ઇ-રૂપિયાનો ઉપયોગ કરી શકાશે. એકાઉન્ટિંગના ઉદ્દેશ્યથી પણ ઇ-રૂપિયા અલગ હશે.

    આ પણ વાંચોઃ ક્રિપ્ટોકરન્સીની લેનદેનમાં એક જુલાઈથી કોણે આપવો પડશે TDS?

    ડિજિટલ કરન્સીથી અર્થતંત્ર મજબૂત બનશેઃ RBI


    આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યુ હતુ કે, ડિજિટલ રૂપિયો ભારતના અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. નાણાકીય અને ચૂકવણીની પ્રકિયાને પણ વધુ કાર્યદક્ષ બનાવશે. આ ઉપરાંત નાણાકીય સમાવેશને આગળ વધારવામાં યોગદાન આપશે.

    RBIએ શું કહ્યુ?


    આરબીઆઈના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે કોન્સેપ્ટ નોટ જાહેર કરતા જણાવ્યુ હતુ કે, પાયલટ પ્રોજેક્ટમાં સ્કોપ જેમ જેમ વધતો જશે તેમ તેમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિજિટલ રૂપિયાના સ્પેસિફિક ફિચર્સ અને બેનિફિટ્સને લઈને જાણકારી આપતું રહેશે.


    નાણામંત્રીએ ઘોષણા કરી હતી


    ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરી, 2022ના દિવસે બજેટ રજૂ કરતી વેળા આગામી નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિજિટલ કરન્સી કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી લોન્ચ કરશે તેવી જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે, ડિજિટલ રૂપિયા લાવવાનો નિર્ણય ભારતીય રિઝર્વ બેન્કની સલાહથી સમજી-વિચારીને લેવામાં આવ્યો છે. આરબીઆઈની ડિજિટલ કરન્સીને કાયદાકીય માન્યતા મળેલી હશે. પાયલટ પ્રોજેક્ટ માટે દેશની 4 સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાને સામેલ કરવામાં આવી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Crypto currency, Rbi rules, Reserve bank of india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन