આગ્રાની અલ્પિતા! મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રાને રિવોલ્વર સાથે વીડિયો બનાવવો ભારે પડ્યો!

પ્રિયંકા મિશ્રા (ડાબે), અલ્પિતા ચૌધરી (જમણે)

Agra news: હાથમાં રિવોલ્વર સાથે ગુનેગારો જેવા સંવાદનો વીડિયો વાયરલ થયા બાદ આગ્રાની મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રાએ રાજીનામું ધરી દીધું છે. પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી હતી.

 • Share this:
  આગ્રા: Tiktok સ્ટાર તરીકે જાણીતી પોલીસકર્મી અલ્પીતા ચૌધરી (Alpita Chaudhary video) તાજેતરમાં એક વીડિયોને કારણે વિવાદમાં આવી છે. આ મામલે અલ્પિતાએ સસ્પેડ (Alpita chaudhary suspended) થવાનો વારો આવ્યો છે. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના આગ્રા (Agra city) શહેરમાંથી સામે આવ્યો છે. અહીં એક મહિલા પોલીસકર્મીને હાથમાં રિવોલ્વર સાથે ડાયલોગ્સ બોલવાની વીડિયો બનાવવાનું ભારે પડ્યું છે. જોકે, આ કેસમાં મહિલા સામે કોઈ પગલાં ભરવામાં આવે તો પહેલા જ તેણીએ સામેથી રાજીનામું (Resignation) ધરી દીધું છે.

  આગ્રાના એમએમ ગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રા (Priyanka Mishra viral video)નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં પ્રિયંકા મિશ્રા પોલીસ વર્દીમાં હાથમાં રિવોલ્વર (Priyanka Mishra revolver video) સાથે નજરે પડે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે અને અમુક ડાયલોગ સાંભળવા મળી રહ્યા છે. આ ડાયલોગના શબ્દો છે, "હરિયાણા અને પંજાબ તો ખાલી બદનામા છે, ક્યારેક ઉત્તર પ્રદેશ આવો. રંગબાજી શું હોય છે અમે તમને જણાવીએ."

  Priyanka Mishra Lady constable
  પ્રિયંકા મિશ્રા.


  આ વીડિયો બનાવનાર પ્રિયંકા મિશ્રાને પોલીસ મથકે લાઇન હાજર કરવાાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તેણીને ટ્રોલ કરવામાં આવી હતી. લોકો આ વીડિયો પર નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેના પગલે પ્રિયંકા મિશ્રાએ ડિપ્રેશનમાં આવીને એસએસપી મુનિરાજને રાજીનામું મોકલી આપ્યું હતું.

  પ્રિયંકા મિશ્રાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણીના ફોલોઅર્સ વધવા લાગ્યા હતા. ફક્ત એક અઠવાડિયામાં જ તેણીના હજારો ફોલોઅર્સ થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક અઠવાડિયાની અંદર જ 15 હજારથી વધારે ફોલોઅર્સ થઈ ગયા હતા. જોકે, બાદમાં પ્રિયંકાએ વર્દીમાં બનાવેલા તમામ વીડિયો ડિલિટ કરી નાખ્યા હતા. જે બાદમાં તેણીએ સોશિયલ મીડિયા પર આવીને માફી પણ માંગી હતી. બીજી તરફ પોલીસ અધિકારીનું કહેવું છે કે પ્રિયંકાનું રાજીનામું આવ્યું છે, પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

  અલ્પિતા ચૌધરીને યુનિફોર્મમાં video બનાવવો ભારે પડ્યો!

  મહિલા પોલીસકર્મી (Police) અલ્પિતા ચૌધરી (Alpita Chaudhary) ફરી વિવાદમાં આવી છે. પોલીસના યુનિફોર્મમાં અલ્પિતાએ રીલ્સ (Alpita chaudhary Reels) બનાવી હતી. એટલું જ નહીં આ રીલ તેણે બહુચરાજી મંદિરમાં (Bahucharaji Temple) બનાવી હતી છે. અલ્પિતા ચૌધરીનો આ વીડિયો વાયરલ (Alpita chaudhary viral Video) થઈ જતા તે ફરી વિવાદમાં આવી છે. અગાઉ આવા વિવાદોના કારણે અલ્પિતા ચૌધરીને પોલીસ વિભાગે સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર પોલીસ યુનિફોર્મમાં વીડિયો (Alpita chaudhary Police Uniform Video) બનાવતા તેણીને સસ્પેન્ડ કરવામાં આવી છે.

  ALPITA-CHAUDHRI Reels
  અલ્પિતા ચૌધરી.


  આ પણ વાંચો: TikTok Star Alpita Chaudhary : બહુચરાજી મંદિરમાં યુનિફોર્મમાં video બનાવવો ભારે પડ્યો, અલ્પિતા સામે ફરી થઈ કાર્યવાહી

  ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીનો વિવાદ સાથે જૂનો નાતો છે. જોકે, આ વિવાદે તેણીને મોટી ઓળખ પણ અપાવી છે. અગાઉ એલઆરડી અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેણી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જે તે સમયે તેણીએ પોલીસ સ્ટેશનમાં બેસીને ટિકટોક વીડિયો બનાવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: