Home /News /national-international /

કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસના લિંગાયત MLA સહિત 5 JDS ધારાસભ્યો BJPના સંપર્કમાં

કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસના લિંગાયત MLA સહિત 5 JDS ધારાસભ્યો BJPના સંપર્કમાં

કર્ણાટકની જંગ વધારે રસપ્રદ બનતી જાય છે. સિદ્ધારમૈયાના રાજીનામા બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પણ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

કર્ણાટકની જંગ વધારે રસપ્રદ બનતી જાય છે. સિદ્ધારમૈયાના રાજીનામા બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પણ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

  અમિતાભ સિન્હા

  કર્ણાટકની જંગ વધારે રસપ્રદ બનતી જાય છે. સિદ્ધારમૈયાના રાજીનામા બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પણ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ સુત્રના જણાવ્યા પ્રમાણે લિંગાયત ધારાસભ્યો સહિત જેડીએસના પાંચ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. બીજેપીના હાઇકમાનને આશા છે કે, સૌથી મોટી પાર્ટી બીજેપીના નાતે રાજ્યપાલ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે.

  ઉલ્લેખનીય છે કે કુમારસ્વામી બે સીટો ઉપર ચૂંટણી જીત્યા છે. બીજેપી કુમારસ્વામી આ બંને સીટોમાંથી એક ઉપરથી ટૂંકસમયમાં રાજીનામું આપવા માટે દબાણ કરશે. બીજેપી આ મુદ્દાને રાજ્યપાલ સામે રાખશે કે વિશ્વાસમત પહેલા કુમારસ્વામી જીતેલી બે બેઠકમાંથી કોઇપણ એક પરતી રાજીનામું આપે.

  સુત્રના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના લિંગાયતના ધારાસભ્ય પણ બીજેપીના સંપર્કમાં છે. કોંગ્રેસના કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાની સ્થિતિમાં તેમના લિંગાયત ધારાસભ્ય વિશ્વાસમત દરમિયાન ગેરહાજર રહી શકે છે. અથવાતો કોઇપણ પ્રકારે મોટો હુમલો કરી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી સાથે જેડીએસના પાંચ ધારાસભ્યોની પણ વાત ચાલી રહી છે.

  ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યું છે પરંતુ 104 સીટો ઉપર સમેટાઇ ગઈ હતી. કોંગ્રેસ 78 સીટો અને જેડીએસને 38 સીટો મળી છે. આવામાં અત્યારે હંગ એસેમ્બલીની સ્થિતિ બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મેઘાલય અને ગોવાની ચૂંટણીથી શિખ લઇને કોંગ્રેસે જેડીએસ સાથે ડીલ કરી દીધી છે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Karnataka assembly election 2018

  આગામી સમાચાર