લાલકૃષ્ણ અડવાણી અને અમરિંદર સિંહને જીવથી મારી નાખવાની ધમકી, ખાલિસ્તાની આતંકીઓએ લગાવ્યા પોસ્ટર

ભારત સરકાર અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને લાલકૃષ્ણ અડવાણીની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને પણ સતર્કતા સાથે મોનિટરિંગ કરી રહી છે

ભારત સરકાર અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને લાલકૃષ્ણ અડવાણીની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને પણ સતર્કતા સાથે મોનિટરિંગ કરી રહી છે

  • Share this:
    નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકી (Khalistani Terrorists) સંગઠન ‘જસ્ટિસ ફોર શીખ’ (Justice for Sikh)એ ફરી એકવાર વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યા છે. તેમણે વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કરીને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) સહિત પૂર્વ વડાપ્રધાન તથા બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)ની વિરુદ્ધ મોતનો ફતવો જાહેર કર્યો છે. જોકે આ મામલા પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી (IB) સતર્ક છે. એજન્સીઓ આ મામલા પર ગંભીરતાથી નજર રાખી રહી છે. ભારત સરકાર અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને લાલકૃષ્ણ અડવાણીની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને પણ સતર્કતા સાથે મોનિટરિંગ કરી રહી છે.

    1 નવેમ્બર અને 2 નવેમ્બરની તારીખ ખાસ

    મૂળે, 31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ની હત્યા બાદ 1 નવેમ્બર અને 2 નવેમ્બરથી જ રાજધાનીમાં શીખ વિરોધી તોફાનોની શરૂઆત થઈ હતી, જેમાં અસંખ્ય શીખ ધર્મ સમુદાયના લોકોને તોફાનો દરમિયાન મારવામાં આવ્યા હતા. આજે પણ તે તોફાનોના નામ પર જસ્ટિસ ફોર શીખ સંસ્થાના વડા આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ (Gurpatwant Singh Pannu) પંજાબ-દિલ્હીથી લઈને વિદેશમાં પણ ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે.

    આ પણ વાંચો, બાબા કા ઢાબાના ‘અચ્છે દિન’ લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, ડોનેશનમાં ગોટાળાનો આરોપ

    દર વર્ષે શીખ તોફાનોની વરસી પર આતંકી પન્નૂ આવી જ ધમકીઓ આપતો રહે છે. પરંતુ જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી તે અમેરિકાના શહેર ન્યૂયોર્કમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓ અને નેતાઓ પર હુમલાની તૈયારી અને હત્યા કરનારને બદલામાં ઈનામની રકમ આપવાની જાહેરાત કરી રહ્યો છે, આ મામલા પર ભારત સરકાર પણ વિશેષ ધ્યાન આપી રહી છે.

    આ પણ વાંચો, IAS બનવા માટે છોડી હતી HR મેનેજરની નોકરી, ડિપ્રેશનમાં આવી ઘર છોડ્યું, બની ગઈ ‘કચરો વીણનારી’

    પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીની ગંદી ચાલમાં ફસાયો છે પન્નૂ

    આ મામલે ઈન્ડિયન વર્લ્ડ ફોરમના સેક્રેટરી જનરલ પુનીત સિંહ ચંડોકે પણ નિવેદન આપતાં કહ્યું કે આ આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ (Gurpatwant Singh Pannu) આજ સુધી કોઈ પણ શીખ સમુદાયના એ તોફાન પીડિતોમાંથી એક વ્યક્તિની પણ કોઈ કાયદાકિય મદદ કે કોઈ અન્ય પ્રકારથી મદદ નથી કરી. ન તો પન્નૂને આવો કરવાનો કોઈ ઈરાદો છે. પરંતુ તોફાનો પીડિતોને ભડકાવવાનો પ્રયાસ તે હંમેશા કરતો રહે છે. તે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઓના હાથની કથપૂતળી બનીને તેના ઈશારે ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયાસ કરતો રહે છે.
    Published by:Mrunal Bhojak
    First published: