બિપિન રાવત બાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સંભાળશે આર્મીની કમાન

News18 Gujarati
Updated: December 17, 2019, 7:49 AM IST
બિપિન રાવત બાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સંભાળશે આર્મીની કમાન
જનરલ બિપિન રાવતની સેવાનિવૃત્તિ બાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને બનશે નવા આર્મી ચીફ

જનરલ બિપિન રાવતની સેવાનિવૃત્તિ બાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને બનશે નવા આર્મી ચીફ

  • Share this:
નવી દિલ્હી : લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને (Lieutenant General Manoj Mukund Naravane)ને ચીફ ઑફ આર્મી સ્ટાફ (Indian Army Chief) નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ દેશના નવા સેના પ્રમુખ હશે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (General Bipin Rawat) બાદ મનોજ મુકુંદ સેનાનું સુકાન સંભાળશે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેનાના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે જ્યારે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2019ના રોજ સેવાનિવૃત્ત થશે ત્યારે લેફ્ટેનન્ટ જનરલ નરવાને સેના પ્રમુખ પદની દોડમાં હશે. હવે મનોજ મુકુંદ નરવાનેના નામ પર મહોર લાગી ગઈ છે.

સેનાની પૂર્વ કમાન સંભાળી ચૂક્યા છે જનરલ નરવાને

નોંધનીય છે કે, સેના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળતા પહેલા લેફ્ટેનન્ટ જનરલ નરવાને સેનાની પૂર્વી કમાનની આગેવાની કરી રહ્યા હતા. જે ચીનની સાથે જોડતી ભારતની લગભગ 4000 કિલોમીટર લાંબી સરહદની દેખભાળ કરે છે. તેઓએ 37 વર્ષની પોતાની સેવા દરમિયાન અનેક કમાનમાં પોતાની સેવા આપી, જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદ નિરોધક અભિયાનોમાં સક્રિય રહ્યા અને અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી.

આ પણ વાંચો, અમિત શાહે કહ્યુ, આગામી 4 મહિનામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થશે

તેઓ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સની એક બટાલિયન અને પૂર્વી મોર્ચા પર ઇન્ફ્રેંટી બ્રિગેડની કમાન પણ સંભાળી ચૂક્યા છે. તેઓ શ્રીલંકામાં શાંતિ મિશન દળનો હિસ્સો રહી ચૂક્યા છે અને તેઓ મ્યાનમારમાં ભારતીય એમ્બસીમાં ત્રણ વર્ષ ભારતના રક્ષા અટૅશે રહ્યા છે.સૌથી પડકારભર્યા ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ

લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને ભારતીય સેના એકેડમીના પૂર્વ સ્ટુડન્ટ છે. તેઓએ જૂન 1980માં શીખ લાઇટ ઇન્ફ્રેંટી રેજિમેન્ટની સાતમી બટાલિયનમાં કમીશન મળ્યું હતું. સેનાએ એક વિજ્ઞપ્તિમાં કહ્યું કે, તેમની પાસે સૌથી પડકારભર્યા ક્ષેત્રોમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.

મળી ચૂક્યા છે અનેક સન્માન

લેફ્ટેનન્ટ જનરલ નરવાનેને જમ્મુ-કાશ્મીરમાં પોતાની બટાલિયનની કમાન પ્રભાવી રૂપે સંભાળવાને કારણે સેના પદક મળી ચૂક્યું છે. તેઓએ નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સ (ઉત્તર)ના મહાનિરીક્ષક તરીકે ઉલ્લેખનીય સેવાને લઈ વિશિષ્ટ સેવા પદક તથા પ્રતિષ્ઠિત સ્ટ્રાઇક કોરની કમાન સંભાળવાને કારણે 'અતિવિશિષ્ટ સેવા પદક'થી પણ સન્માનવામાં આવી ચૂક્યા છે. તેમને 'પરમ વિશિષ્ટ સેવા પદક'થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તી અસુરક્ષિત- UNના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
First published: December 17, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading