Home /News /national-international /જનરલ બિપિન રાવતના નિધનના 9 મહિના બાદ મળ્યા નવા CDS, રિટાયર્ડ લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ સંભાળશે જવાબદારી

જનરલ બિપિન રાવતના નિધનના 9 મહિના બાદ મળ્યા નવા CDS, રિટાયર્ડ લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ સંભાળશે જવાબદારી

જનરલ બિપિન રાવતના નિધનના 9 મહિના બાદ મળ્યા નવા CDS

ભારત સરકારે લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે.

    નવી દિલ્હી: ભારત સરકારે લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. રક્ષા મંત્રાલય તરફથી આપવામા આવેલી જાણકારી અનુસાર તેઓ ભારત સરકારના સૈન્ય મામલા સાથે જોડાયેલ વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે.

    પૂર્વ સીડીસી જનરલ બિપન રાવતનું હેલીકોપ્ટર ક્રેશમા નિધન થયા બાદ 9 મહિનાથી દેશમાં આ સૈન્ય પદ ખાલી હતું. જેની જવાબદારી હવે રિટાયર્ડ લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણને સોંપવામાં આવી છે.



    રક્ષામંત્રાલયે તેમની નિમણૂંકની જાણકારી આપતા કહ્યું કે, રિટાયર્ડ લેફ્ટીનેંટ જનરલ અનિલ ચૌહાણે લગભગ 40 વર્ષથી વધારેના કરિયામાં કેટલાય કમાંડ સંભાળ્યા છે અને તેમને જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ ભારતમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં વ્યાપક અનુભવ છે.


    18 મે 1961માં જન્મેલા લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં ભરતી થયા હતાં. તેઓ નેશનલ ડિફેન્સ અકેડમી, ખડકવાસલા અને ઈંડિયન મિલિટ્રી અકેડમી, દેહરાદૂનના પૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલ રેન્કના અધિકારીએ ઉત્તરી કમાનમાં મહત્વપૂર્ણ બારામુલા સેક્ટરમાં એક ઈન્ફેંટ્રી ડિવિજનની કમાન સંભાળી હતી. બાદમાં લેફ્ટીનેંટ જનરલ તરીકે તેમણે ઉત્તર પૂર્વમાં એક કોરની કમાન સંભાળી હતી. બાદમાં તેઓ સપ્ટેમ્બર 2019થી પૂર્વી કમાનના જનરલ ઓફિસર કમાંડિંગ ઈન ચીફ બન્યા અને મે 2021માં રિટાયર થયાં.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: CDS

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन