PM મોદીના મંત્રીએ કહ્યુ, કાશ્મીરી મુદ્દો જૂનો થયો, હવે PoKને ભારતમાં ભેળવવાનું છે

આપણે નસીબદાર છીએ કે કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાનું કામ આપણા જીવનકાળમાં થયું : જિતેન્દ્ર સિંહ

News18 Gujarati
Updated: August 19, 2019, 11:17 AM IST
PM મોદીના મંત્રીએ કહ્યુ, કાશ્મીરી મુદ્દો જૂનો થયો, હવે PoKને ભારતમાં ભેળવવાનું છે
આપણે નસીબદાર છીએ કે કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાનું કામ આપણા જીવનકાળમાં થયું : જિતેન્દ્ર સિંહ
News18 Gujarati
Updated: August 19, 2019, 11:17 AM IST
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવાનું છે. તેઓએ એમ પણ કહ્યું કે તેઓ નસીબદાર છે કે કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવવાનું કામ તેમના જીવનકાળમાં થયું.

PoKને ભારતમાં ભેળવવાનું છે

જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ ઐતિહાકિસ પગલા બાદ આવી આપણે PoKને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાથી મુક્ત કરાવવા અને તેને સંસદમાં (1994માં) સર્વસંમતિથી પાસ પ્રસ્તાવને અનુરુપ દેશનો અભિન્ન અંગ બનાવવાના સકારાત્મક વિચારની સાથે આગળ વધીએ.

મુજફ્ફરાબાદ જતાં કોઈ રોકી નહીં શકે!

સિંહે એમ પણ કહ્યું કે PoKને ભારતમાં સામેલ કર્યા બાદ લોકો કોઈ અડચણ વગર મુજફ્ફરાબાદ જઈ શકશે. તેઓએ કહ્યું કે, અમે પ્રાર્થના કરીએ કે આપણે PoKને દેશમાં સામેલ થવા અને લોકોને કોઈ અડચણ વગર મુજફ્ફરાબાદ (PoKની રાજધાની) જતા જોઈએ.

આ પણ વાંચો, જ્યારે ભૂતાનના સાંસદના માથા પર હાથ ફેરવવા લાગ્યા PM મોદી, જુઓ વીડિયો
Loading...

'આપણે નસીબદાર છીએ'

જમ્મુમાં ભાજપ તરફથી પાર્ટી હેડક્વાર્ટરમાં જમ્મુ-કાશ્મીરની હાલની સામાજિક રાજકીય સ્થિતિ પર એક બેઠકને સંબોધિત કરતાં સિંહે કહ્યું કે, આપણે નસીબદાર છીએ કે આ (વિશેષ દરજ્જો રદ કરવો) આપણા જીવનકાળમાં થયું. આ આપણી ત્રણ પેઢીઓના બલિદાનના કારણે શક્ય થયું છે.

અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની ધરપકડ અંગે શું કહ્યું?

જિતેન્દ્ર સિંહે વિશેષ દરજ્જો રદ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવ્યા બાદ મુખ્યધારાના રાજકીય નેતાઓની ધરપકડ અને કાશ્મીર ઘાટીમાં કોમ્યુનિકેશન પર લાગેલા પ્રતિબંધને પણ મહત્વ ન આપ્યું. તેઓએ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની ધરપકડની ટીકા કરવાને લઈ કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે તેને બિનજરૂરી એક મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો. તેઓએ કહ્યું કે, આ લોકો જિમમાં પરસેવો પાડી રહ્યા છે, પુસ્તકો વાંચી રહ્યા છે અને ત્યાં સુધી કે હોલિવૂડની મૂવી ઓર્ડર કરીને જોઈ રહ્યા છે.

આ પણ વાંચો, J&K: કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં ખુલી 190 શાળા, સેના એલર્ટ પર
First published: August 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...