લ્યો બોલો! "મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરશે તો 'થાઇલેન્ડ' થઇ જશે"

News18 Gujarati
Updated: October 14, 2018, 2:16 PM IST
લ્યો બોલો!
જો તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે.

જો તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે.

  • Share this:
કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

આ વિરોધ વચ્ચે, કેરળનાં સબરીમાલા મંદિરનું સંચાલન કરતા દેવોસ્વોમ બોર્ડનાં પૂર્વ પ્રમુખ ગોપાલાક્રિષ્નને કહ્યું કે, જો તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે.

ગોપાલાક્રિણ્નને એમ પણ કહ્યું કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે આવશે તેને ક્યાં તો વાઘ ઉપાડી જશે અથવા પુરુષો હેરાન કરશે અને તેઓ ફરિયાદ કરી શકશે નહીં. ભગવાન અયપ્પાનો ઓરા ખતમ થઇ જશે.”

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે અને આ ચુકાદાનો વિરોધ થઇ રહ્યો છે. આ રિવ્યુ પિટીશનમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, લોકોના અવાજ સામે સુપ્રિમ કોર્ટની કોઇ વિસાત નથી. ધ નાયર સર્વિસ સોસાયટી નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે.

બે દિવસ પહેલા, કેરળમાં દક્ષિણ ભારતીય અભિનેતા કોલમ તુલસીએ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવતી મહિલા સામે ઝેર ઓકતા કહ્યું કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે દર્શન કરવા આવે તેને અલગ તારવો. અભિનેતાનાં મહિલાઓ વિરુદ્ધનાં ભડકાઉં ભાષણથી ઉહાપોહ મચી ગયો છે અને તેની સામે ગૂનો પણ દાખલ થયો છે અને હવે આ અભિનેતાએ માફી પણ માંગી છે.

આ અભિનેતા કેરળમાં આવેલા કોલ્લામ સિટીમાં એક સભાને સંબોધતા બોલ્યા હતા હતા કે, સબરીમાલા મંદિરમાં આવતી અડધી મહિલાઓને દિલ્હી મોકલી દેવી જોઇએ અને અડધી મહિલાઓને મુખ્યમંત્રીની ઓફિસે મોકલી દેવી જોઇએ.આ અભિનેતા ભારતીય જનતા પાર્ટીનાં ટેકેદાર છે અને એન.ડી.એ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં આ પ્રકારનું ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.

 
First published: October 14, 2018
વધુ વાંચો
अगली ख़बर