કોંગ્રેસના મંત્રીએ કહ્યું હતું 'મુસ્લિમોને ગટરમાં પડ્યા રહેવા દો' : PM મોદી

News18 Gujarati
Updated: June 26, 2019, 7:59 AM IST
કોંગ્રેસના મંત્રીએ કહ્યું હતું 'મુસ્લિમોને ગટરમાં પડ્યા રહેવા દો' : PM મોદી
મંગળવારે લોકસભામાં ભાષણ આપતા પીએમ મોદી. તેમના એક નિવદેન પર ખૂબ હોબાળો થયો.

પીએમ મોદીએ જે સમયે લોકસભામાં કોંગ્રેસ નેતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો તો ગૃહમાં હોબાળો થઈ ગયો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધવા માટે તેમના એક નેતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, શાહ બાનોનો મામલો ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના કોઈ મંત્રીએ કહ્યું હતું કે મુસલમાનોના ઉત્થાનની જવાબદારી કોંગ્રેસની નથી. જો તેઓ ગટરમાં પડ્યા રહેવા માંગ છે તો તેમને પડ્યા રહેવા દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી સરકારમાં મંત્રી આરિફ મોહમ્મદ ખાનના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે રાજીવ ગાંધી સરકાર શાહ બાનોના મામલા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ નવા કાયદો લઈને આવી તો આરિફ મોહમ્મદ ખાને સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું.

આરિફ મોહમ્મદ ખાન ત્રણ તલાકનો પણ વિરોધ કરતાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ મુસ્લિમોને પ્રગતિશીલ બનવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે.

શું કહી રહ્યા છે આરિફ મોહમ્મદ?

પીએમ મોદીએ જે સમયે લોકસભામાં કોંગ્રેસ નેતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો તો ગૃહમાં હોબાળો થઈ ગયો. ત્યારબાદ પીએમ મોદીએ યૂટ્યૂબની લિંક શેર કરવાની વાત પણ કહી. બાદમાં ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીયે એક વીડિયો શેર કર્યો, જેમાં આરિફ ખાનનો પણ ઈન્ટરવ્યૂ છે.

આ પણ વાંચો, લોકસભામાં પીએમ મોદી બોલ્યા -70 વર્ષની બીમારીઓને પાંચ વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ

આ ઈન્ટરવ્યૂમાં આરિફ મોહમ્મદ કહી રહ્યા છે, નરસિમ્હા રાવજીએ પોતે મને કહ્યું કે તેઓ (મુસલમાન) આપણા વોટર છે, અમે તેમને કેમ નારાજ કરીએ. અમે તેમના સામાજિક સુધારક નથી. કોંગ્રેસ પાર્ટી સમાજ સુધારનું કામ નથી કરી રહ્યું. આપણો રોલ સમાજ સુધારકનો નથી. અમે રાજનીતિના બિઝનેસમાં છીએ એન જો તેઓ ખાડામાં પડ્યા રહેવા માંગે છે તો પડ્યા રહેવા દો.

પહેલા પણ આવો દાવો કરી ચૂક્યા છે આરિફ

એક અંગ્રેજી વેબસાઇટમાં પ્રકાશિત ઇન્ટરવ્યૂમાં આરિફ મોહમ્મદ આ જ દાવો કરી રહ્યા છે કે શાહ બાનોના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલવાનું કામ રાજીવ ગાંધીએ નહોતો કર્યો, પરંતુ પીવી નરસિમ્હા રાવ, અર્જુન સિંહ અને એનડી તિવારી જેવા મંત્રીઓએ તેમની પર દબાણ લાવીને આવું કરાવડાવ્યું.
First published: June 26, 2019, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading