શુઝાત બુખારીના હત્યારા આતંકીઓ હવે અમરનાથ યાત્રા પર હુમલાની ફિરાકમાં

 • Share this:
  (સુહાસ મુંશી)

  અમરનાથ યાત્રા પર આતંકનો ખતરો મંડરાઈ રહ્યો છે. જાણીતા પત્રકાર અને જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત સમાચારપત્ર 'રાઈજિંગ કાશ્મીર'ના એડિટર શુઝાત બુખારીની હત્યા કરનારા લશ્કરના આતંકી હવે અમરનાથ યાત્રા પર હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્ત એજન્સિના રિપોર્ટ અનુસાર, લશ્કરના લગભગ 20 આતંકી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી ઘુસપેઠ કરી જમ્મુમાં ઘુસ્યા છે. આમાં તે આતંકી પણ શામેલ છે, જેમણે શુઝાત બુખારીની હત્યા કરી હતી.

  ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ શ્રીનગરના લાલચોક પાસે સ્થિત પ્રેસ એન્કલેવમાં સીનિયર જર્નલિસ્ટ શુઝાત બુખારી અને તેમના સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આતંકીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. શુઝાત બુખારી અને તેમના સુરક્ષાકર્મીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં શુઝાત બુખારીએ દમ તોડી દીધો હતો.

  શુજાત બુખારીના હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કાશ્મીરના આઈજીપી એસપી પાણીએ કહ્યું હતું કે, આ મામલામાં પાકિસ્તાનનો હાથ છે. આઈજીપીના જણાવ્યા અનુસાર, પોલીસ પાસે પાક્કા સબૂત છે, જેનાથી સાબિત થાય છે કે, આ હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. આના પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાનો હાથ છે.

  આઈજીપીએ કહ્યું કે, ચાર આરોપીઓમાંથી માસ્ટર માઈન્ડ સજ્જાદ ગુલ શ્રીનગરનો છે, પરંતુ અત્યારે તે પાકિસ્તાનમાં છે. સજ્જાદ ગુલ આ પહેલા નવી દિલ્હી અને શ્રીનગરમાં આતંકી ગતીવીધિઓમાં પકડાયો હતો. 2017માં તે પાકિસ્તાન ભાગી ગયો અને તેના માટે લુક આઉટ નોટિસ જાહેર કરવામા આવી છે.

  'News18'ના સૂત્રોએ જણાવ્યું કે, શુઝાત બુખારીની હત્યાામં શામેલ આતંકી હવે અમરનાથ યાત્રા પર હુમલો કરવાની ફિરાકમાં છે. એવામાં સુરક્ષાદળોએ જમ્મૂ-કાશ્મીરના વિવિધ વિસ્તારમાં આતંકીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
  Published by:kiran mehta
  First published: