હૈવાનિયતની હદ! દીપડાના દાંત તોડી કરાવ્યું આ કામ, વાયરલ Video

News18 Gujarati
Updated: June 8, 2020, 10:50 AM IST
હૈવાનિયતની હદ! દીપડાના દાંત તોડી કરાવ્યું આ કામ, વાયરલ Video
દીપડાની મોત

દીપડાને મારવાનો આ કથિત વીડિયો વાયરલ થતા આ આખી ઘટના બહાર આવી.

  • Share this:
મૉબ લિંચિંગની અનેક ઘટનાઓ તમે સાંભળી હશે. જેમાં ગુસ્સે ભરાયેલી ભીડે માણસને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોય. પણ શું તમે કોઇ પ્રાણી સાથે લિંચિગ (Lynching)ની ઘટના વિષે સાંભળ્યું છે? કદાચ નહીં ને! પણ આવી જ એક ઘટના ગુવાહાડીમાં થઇ છે. અહીં ભીડે દીપિડા (Leopard)ના પહેલા દાંત તોડ્યા અને પછી તેને મોતને ઘાટ ઉતાર્યો. એટલું જ નહીં પછી આખા શહેરમાં તેની પરેડ કરાવી. અને તેના અનેક વીડિયો વાયરલ થતા આ મામલે તપાસના આદેશ હાલ આપવામાં આવ્યો છે.

દીપડાને મારવાનો આ કથિત વીડિયો વાયરલ થતા આ આખી ઘટના બહાર આવી. વીડિયોમાં પણ તમે જોઇ શકો છો કે 4-5 લોકો દીપડાને પકડી તેને હવામાં ફેરવી રહ્યા છે. અને લોકોની ભીડ જોર જોરથી અવાજ કરી રહી છે. લોકો દીપકાડને લઇને શહેરમાં ફેરવી રહ્યા છે. અંગ્રેજી છાપા ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ આ મામલે અત્યાર સુધી 6 લોકોની અટકાયત થઇ છે. કામરૂપ ઇસ્ટ ડિવિઝનના ડીએફઓ રાજીવ બરુઆએ કહ્યું કે ભીડે 8 વર્ષના દીપકાને મોતને ઘાટ ઉતાર્યો છે. લોકોએ તેને દોરડાથી પકડ્યો હતો. તેમણે કહ્યું કે દીપડાના દાંત નીકાળવામાં આવ્યા હતા. માટે આરોપીઓ પર અવૈધ શિકારનો કેસ પણ ચાલશે.


દીપડાની પોસ્ટમોર્ટમ રિપોર્ટની હાલ રાહ જોવામાં આવી રહી છે. બરુઆએ કહ્યું કે અમને સવારે 5 વાગે કોઇએ કોલ કરીને જણાવ્યું હતું કે એક દીપડાને કોઇએ પકડ્યો છે. અમારા લોકો જ્યાં સુધી ત્યાં પહેંચે ત્યાં સુધી દીપડો ભાગી ચૂક્યો હતો. પણ સ્થાનિક લોકોએ તેનો જંગલમાં પીછો કર્યો અને તેની મારી નાંખ્યો. અમને 10 વાગે ખબર પડી કે દીપડાને ગ્રામજનો દ્વારા મારી નાંખવામાં આવ્યો છે.
First published: June 8, 2020, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading