શ્વાનના શિકારનો live video! ધીમા પગલે દીપડો ઘર આળગ બેઠેલા પાળતુ શ્વાનનો શિકાર કરી ઉઠાવી ગયો

શ્વાનના શિકારનો live video! ધીમા પગલે દીપડો ઘર આળગ બેઠેલા પાળતુ શ્વાનનો શિકાર કરી ઉઠાવી ગયો
શ્વાનનો શિકાર કરતો દીપડો

Nasik news: શિકારની આ ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી. દીપડો કૂતરાને મોંઢામાંથી પકડીને ચાલ્યો જાય છે. વીડિયો વાયરલ થતાં જ ભુસે ગામમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

  • Share this:
    નાસિકઃ સોશિયલ મીડિયા (social media) ઉપર કેટલાક વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને વિશેષ રૂપથી પ્રાણીઓ સંબંધી વીડિયોમાં લોકો વધારે રસ દાખવી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક દીપડાનો વીડિયો (leopard video) ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

    ઘરના આંગણામાં બેઠેલા એક પાળતું શ્વાનનો શિકાર કરીને ઉઠાવી ગયાનો આ વીડિયો છે. આ ઘટના મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકના (Nasik) ભુસે ગામની છે. શિકારની આ ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.



    વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો રાતમાં ચુપચાપ ઘૂસે છે. અને ઘરના આંગણામાં સુઈ રહેલા પાળતું કૂતરા પાસે પહોંચે છે. ત્યારે એકદમ ચતુરાઈથી કૂતરા ઉપર હુમલો કરી દે છે. તે એકદમ કૂતરા ઉપર બેસી જાય છે.

    આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

    આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

    ત્યારે દીપડો કૂતરાને મોંઢામાંથી પકડીને ચાલ્યો જાય છે. વીડિયો વાયરલ થતાં જ ભુસે ગામમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

    આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

    આ વીડિયો સમાચાર એજન્સી એએનઆઈના ટ્વીટર ઉપરથી શેર કરવામાં આવ્યો છે. 36 સેકન્ડના વીડિયોને 30,000થી વધારે વખત જોવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે.



    ઉલ્લેખનીય છે કે દીપડાઓ પ્રાણીઓની સાથે સાથે માણસો ઉપર હુમલો કરે છે. આવી અનેક ઘટાડોઓ ગુજરાતના જંગલ વિસ્તારોની આસપાસ બનતી રહે છે.
    Published by:ankit patel
    First published:June 12, 2021, 19:30 IST

    ટૉપ ન્યૂઝ