Home /News /national-international /કરૂણ ઘટના: અભાગી 7 વર્ષની પ્રિયંકા, પહેલા માએ છોડી, હવે દીપડાનો કોળીયો બની ગઈ

કરૂણ ઘટના: અભાગી 7 વર્ષની પ્રિયંકા, પહેલા માએ છોડી, હવે દીપડાનો કોળીયો બની ગઈ

દીપડાના હુમલામાં બાળકીનું મોત

વન વિભાગ દ્વારા રાત-દિવસની શોધ બાદ માથુ મળ્યું, શરીર ન મળી શક્યું. દાદીની રોઈ-રોઈ હાલત ખરાબ

શિમલા : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના શિમલા (Shimla)માં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના કનલોગ વિસ્તારમાં એક દીપડાએ એક પરપ્રાંતિય મજૂરના નિવાસસ્થાન પર હુમલો (Panther Attack) કર્યો હતો અને 5 વર્ષની બાળકીને પોતાનો કોળિયો બનાવી દીધી હતી. આ દર્દનાક ઘટના મોડી રાત્રે બની હતી જ્યારે રાત્રિભોજન કર્યા બાદ તે પોતાની દાદીને કહી શૌચાલય માટે નીકળી. આજ સમયે દીદીથી આશરે ત્રણ મીટર દૂર જ દીપડો બાળકી પર ઘાત લગાવીને બેઠો હતો, અને 5 વર્ષની પ્રિયંકાને તેનો શિકાર બનાવી દીધી. દિપડાએ પ્રિયંકાને શિકાર બનાવતા જ પાણીનું ડબલુ ઢોળાઈ ગયું. પાણીના ડબલાનો અવાજ સાંભળતા જ દાદી બાળકીને શોધવા નીકળ્યા, ત્યારે પ્રિયંકા ગાયબ થઈ ગઈ હતી. આ પછી દાદીએ બુમો પાડી, પરંતુ પ્રિયંકા ક્યાંય મળી ન હતી. તે પછી તેણે માલિકને ફોન કર્યો, જેમણે પોલીસ અને વન વિભાગને જાણ કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

રાત્રે કશું મળ્યું નહીં

રાત્રે બે વાગ્યા સુધી ચાલેલા આ અભિયાનમાં ટીમને કંઈ મળ્યું ન હતુ. પરંતુ સવાર થતાં જ ફરી એકવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું, લગભગ ત્રણ કલાકની સખત મહેનત બાદ ટીમ માત્ર પ્રિયંકાનું માથું શોધી શકી. તે પછી, ટીમે તેના શરીરના બાકીના ભાગને શોધવા માટે ફરી એક વખત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પરંતુ ગાઢ જંગલના કારણે તેનો મૃતદેહ મળી શક્યો ન હતો.

આ પણ વાંચોઅમદાવાદ : વ્યવસાયમાં વ્યસ્ત માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, આયાએ ગોઠવી ખતરનાક માયા, ફૂટ્યો ભાંડો

પ્રિયંકા કમનસીબ નીકળી, પહેલા માતા છોડી દીધી, હવે દીપડાનો શિકાર બની

પ્રિયંકાની દાદી ભગવતી દેવી કહે છે કે, તે પોતાનું પાલન પોષણ માટે ઝારખંડથી અહીં આવી છે. અહીં પીકે કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટરને ત્યાં મજૂરી કરીએ છીએ, પરંતુ તેની પૌત્રી પ્રિયંકા તેની સાથે રહેતી હતી, જ્યારે તેની માતા પહેલાથી જ તેના પિતા અને દીકરીને છોડીને ક્યાંક જતી રહી હતી. હવે પ્રિયંકાના પિતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેથી પ્રિયંકા તેના દાદા -દાદી સાથે રહેતી હતી. તેના દાદા પરવાનુમાં કામ કરે છે. 15 જૂને જ પ્રિયંકાના પિતા તેને મળવા શિમલા આવ્યા હતા. પરંતુ તેમને થોડી ખબર હતી કે ગુરુવારની રાત તેની છેલ્લી રાત હશે, જ્યાં માતાનો પ્રેમ તેને પહેલાથી જ છોડી ગયો હતો. આ રીતે પ્રિયંકાના દર્દનાક મૃત્યુ બાદ દાદીની રડી રડીને ખરાબ હાલતમાં છે. ત્યારે, ત્યાં કામ કરતા અન્ય મજૂરો પણ હવે વધુ ડરી રહ્યા છે. મજૂરોએ સરકાર પાસે દીપડાને તાત્કાલિક પકડવા માંગ કરી છે.

ચેતવણી! મોબાઈલ પર વાત કરતા-કરતા યુવક 120 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો, ઘટનાસ્થળે જ મોત

વન્ય વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મુક્યા છે

ઘટનાસ્થળે પહોંચેલા વન્યજીવ વિભાગના મુખ્ય સંરક્ષક અર્ચના કુમારીનું કહેવું છે કે, આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને રાત્રે 10 વાગ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. લગભગ બે વાગ્યા સુધી કંઇ જાણી શકાયું ન હતું, પરંતુ સવાર થતાં જ ફરી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેમને બાળકીનો ઉપરનો ભાગ મળ્યો છે. અત્યાર સુધી માત્ર યુવતીનું માથું જ મળ્યું છે, જે શરીરથી અલગ છે. તેમણે કહ્યું કે, જે રીતે ઘટનાઓ બની રહી છે તેનાથી સાવચેત રહેવાની જરૂર છે, આપણા ઘરની આસપાસની લાઇટ્સનું સંચાલન વ્યવસ્થિત રાખવું અને જાગૃત રહેવું જરૂરી છે. તેમણે કહ્યું કે જે રીતે લોકો જંગલો તરફ આગળ વધી રહ્યા છે. તેના પરિણામે, જંગલી પ્રાણીઓ શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. આ માટે વન્યજીવ વિભાગ લોકોને જાગૃત પણ કરી રહ્યું છે, સાથે હાલમાં દીપડાને પકડવા માટે બે પાંજરા મુકવામાં આવ્યા છે.
First published:

Tags: Himachal News, Leopard, Leopard attack, શિમલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો