live video, ખુંખાર દીપડા ઉપર ભારે પડ્યું શ્વાન, પલટવારથી જીવ બચાવી ઊભી પૂંછડીએ ભાગ્યો દીપડો
live video, ખુંખાર દીપડા ઉપર ભારે પડ્યું શ્વાન, પલટવારથી જીવ બચાવી ઊભી પૂંછડીએ ભાગ્યો દીપડો
વાયરલ વીડિયો પરની તસવીર
leopard and dog fight video in Rajasthan: રાતના સમયે શિકારની શોધમાં ખુંખાર દીપડો રહેણાક વિસ્તારમાં સુધી પહોંચી ગયો હતો. રાતના અંધારમાં રસ્તામાં શ્વાન આરામ ફરમાવી રહ્યું હતું ત્યારે દીપડાએ શ્વાન ઉપર હુમલો કર્યો હતો. જોકે હિંમ્મતવાન શ્વાને દીપડા ઉપર વળતો હુમલો કર્યો હતો.
ઉદેપુરઃ સામાન્ય રીતે સોશિયલ મીડિયા (social media) ઉપર બે ખુંખાર પ્રાણીઓની લડાઈના વીડિયો વાયરલ (Animal fight video viral) થતાં હોય છે ત્યારે આવો જ એક વધુ રાજસ્થાનના ઉદેપુરનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખુંખાર દીપડો અને શ્વાનનો (Panther and dog fight video) છે. આ વીડિયોમાં ખુંખાર દીપડાના હુમલા બાદ શ્વાને વળતો પ્રહાર કરતા દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. દીપડા ઉપર શ્વાન ભારે પડ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર લોકો ખુબ જ પસંદ કરે છે.
મળતી માહિતી પ્રમાણે આ વીડિયો રાજસ્થાનના ઉદેપુરના રહેણાંક વિસ્તારનો છે. અહીં રાતના સમયે શિકારની શોધમાં ખુંખાર દીપડો રહેણાક વિસ્તારમાં સુધી પહોંચી ગયો હતો. રાતના અંધારમાં રસ્તામાં શ્વાન આરામ ફરમાવી રહ્યું હતું ત્યારે દીપડાએ શ્વાન ઉપર હુમલો કર્યો હતો.
જોકે હિમ્મતવાન શ્વાને દીપડા ઉપર વળતો હુમલો કર્યો હતો. શ્વાનનો જોરદાર હુમલો જોઈને દીપડો પોતોનો જીવ બનાવીને ઊભી પૂંછડી ભાગવામાં જ સમજદારી દાખવી હતી. શ્વાનના હુમલા બાદ દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની બહાર શ્વાન આરામ કરી રહ્યું છે ત્યારે અચાનક દીપડો આવીને હુમલો કરે છે. જોકે શ્વાન ભાગવાના બદલે હિમ્મતથી દીપડાનો સામનો કરે છે. અને દીપડા ઉપર પલવાર કરી હુમલો કરે છે. શ્વાનના જોરદાર હુમલાએ દીપડાની હિમ્મત ડગમગાવી દીધી હતી. અને દીપડો જીવ બચાવીને ભાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર અજગર અને મગરની લડાઈનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભીમકાય અજગર જોતજોતામાં મગરને ગળી જાય છે. ઇન્ટરનેટ પર કેટલીક આઘાતજનક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં એક અજગર, ઓસ્ટ્રેલિયન મીઠા પાણીના મગરને ગળતો નજર આવી રહ્યો છે. આ તસવીર ઓસ્ટ્રેલિયાના જીજી વાઇલ્ડ લાઇફ રેસક્યૂએ શેર કરી છે. જીજી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુએ આ તસવીરને 1 જૂનના રોજ શેર કરી હતી.
ફોટા શેર કરતી વખતે, તેણે લખ્યું, "ઓસ્ટ્રેલિયાના બીજા અને પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનો સૌથી લાંબી સાપ અને ઓસ્ટ્રેલિયા મીઠા પાણીના મગરની શાનદાર તસવીર ક્લીક કરવામાં આવી છે. આ તસવીર માર્ટિન મુલરે લીધી છે. " લાઇવ સાયન્સના જણાવ્યા પ્રમાણે તેના નીચલા જડબાના કારણે અજગર તેના મોં ને ખૂબ ખેંચી શકે છે. તેના કારણે તે હરણ, મગર, ઘોડો અને મનુષ્યને સરળતાથી ગળી શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર