Home /News /national-international /

Marriage Age for Women: લગ્ન માટે યુવતીઓની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી, શું અસર થશે?

Marriage Age for Women: લગ્ન માટે યુવતીઓની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી, શું અસર થશે?

લગ્ન માટે યુવતીઓની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી,

Legal age for marriage in india : યુવતીઓના લગ્નની કાયદાકીય ઉંમર મામલે ફરી સુધારના સંકેત છે. કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં (child marriage act) સુધારો રજૂ કરશે, બાદમાં સ્પેશ્યલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ, 1955 કાયદાઓમાં પણ સુધારો લાવશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સ્વતંત્રતા દિવસે કરેલી જાહેરાતના એક વર્ષ બાદ કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet)માં બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદાકિય (Legal Age of Marriage for Women) ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે, કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને પરીણામે સ્પેશ્યલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ, 1955 જેવા કાયદાઓમાં સુધારો પણ લાવશે.

બુધવારે આપવામાં આવેલી મંજૂરીઓ ડિસેમ્બર 2020માં જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે, જેનું ગઠન માતૃત્વ સંબંધિત બાબતો, માતા મૃત્યુદરને ઘટાડવો, પોષણમાં સુધાર વગેરેની તપાસ માટે કરવામાં આવ્યું હતું.

ધ ઇન્ડિયન એક્સપ્રેસને જયા જેટલીએ જણાવ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ભલામણ પાછળ અમારો તર્ક વસ્તી નિયંત્રણનો નથી. NFHS 5 દ્વારા જાહેર કરાયેલ હાલના આંકડાઓ અનુસાર પ્રજનન દર ઘટ્યો છે અને વસ્તી નિયંત્રણમાં છે. આ વિચાર પાછળ મહિલાઓના સશક્તિકરણનો વિચાર છે.

ભારતમાં પહેલીવાર ઘટ્યો પ્રજનન દર

NFHS 5ના આંકડાઓ અનુસાર ભારતમાં પહેલી વખત કુલ પ્રજનન દર 2.0 પ્રાપ્ત કર્યો, જે ટીએફઆરના રીપ્લેસમેન્ચ લેવલથી 2.1થી નીચે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આગામી વર્ષોમાં વસ્તી વિસ્ફોટ થવાની સંભાવના નથી. આંકડાઓ દ્વારા તે પણ જાણવા મળ્યું કે, બાળ વિવાહ 2015-16માં 27 ટકાથી ઘટીને 2019-21માં 23 ટકા થયો છે.

આ પણ વાંચો - Bank Strike 2021: ખાનગીકરણના વિરોધમાં આજથી 9 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર, ચેક ક્લીયરન્સ, ફંડ ટ્રાન્સફર પર અસર

શા માટે કરાઇ આ ભલામણ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જૂન 2020માં રચાયેલ ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના ડૉ. વીકે પોલ અને WCD, આરોગ્ય અને શિક્ષણ મંત્રાલયો અને વિધાન વિભાગના સચિવોનો પણ સમાવેશ કરાયો હતો. તેમણે ભલામણ કરી હતી કે નિર્ણયની સામાજિક સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા માટે એક વિશાળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવે. તેમણે દૂરગામી વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓના કિસ્સામાં પરિવહન સહિત કન્યાઓ માટે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની પણ માંગ કરી છે.

આ પણ વાંચો - Leena Nair Chanel Global CEO: કોણ છે લીના નાયર? જે બન્યા છે ફ્રાન્સના લક્ઝરી ગ્રુપ Chanelના CEO

સમિતિએ વધુમાં ભલામણ કરી છે કે સેક્સ એજ્યુકેશનને ઔપચારિક બનાવવામાં આવે અને તેને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે. લગ્નયોગ્ય વયમાં વધારો લાગુ કરવામાં આવે તેની ખાતરી કરવા માટે પોલિટેકનિક સંસ્થાઓમાં મહિલાઓની તાલીમ, કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમ અને આજીવિકા વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે.

હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 5 (iii) કન્યા માટે 18 વર્ષ અને વર માટે 21 વર્ષ લઘુત્તમ વય છે. સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અને પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મેરેજ એક્ટ, 2006 પણ મહિલાઓ અને પુરુષો માટે લગ્ન માટે સંમતિની લઘુત્તમ ઉંમર અનુક્રમે 18 અને 21 વર્ષ ધરાવે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Marriage, Modi Governement, Niti Aayog, Woman, ભારત

આગામી સમાચાર