Home /News /national-international /

'Leading the World...': ક્વોડ લીડર્સ સાથે 'ફ્રન્ટ'માં PM મોદીની તસવીરે સોશિયલ મીડિયામાં મચાવ્યુ તોફાન, તસ્વીર થઈ વાયરલ

'Leading the World...': ક્વોડ લીડર્સ સાથે 'ફ્રન્ટ'માં PM મોદીની તસવીરે સોશિયલ મીડિયામાં મચાવ્યુ તોફાન, તસ્વીર થઈ વાયરલ

PM Modi Quad Leaders Photo

આ તસવીર જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહી છે, તેને કેટલાક યૂઝર્સ તરફથી #pictureoftheday નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા (Fumio Kishida) સાથે યુએસ પ્રમુખ જો બાઈડન અને તેમની પાછળ ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બેનિસ સાથે સીડીઓથી નીચે ઉતરતા જોઈ શકાય છે

વધુ જુઓ ...
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) યુનાઇટેડ સ્ટેટ્સ (United States), જાપાન અને ઑસ્ટ્રેલિયાના નેતાઓ ક્વોડ લીડર્સ (Quad leaders)ની બીજી રૂબરૂ બેઠક માટે ટોક્યોમાં એકઠા થયા હતા. અહીં જોવા મળ્યું કે પીએમ મોદીની આગળની તરફ અન્ય નેતાઓની જાણે આગેવાની કરતા હોય તેમ તેમની સાથે સીડીઓથી નીચે ઉતરી રહ્યા હતા. હાલ આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.

    આ તસવીર જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહી છે, તેને કેટલાક યૂઝર્સ તરફથી #pictureoftheday નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા (Fumio Kishida) સાથે યુએસ પ્રમુખ જો બાઈડન અને તેમની પાછળ ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બેનિસ સાથે સીડીઓથી નીચે ઉતરતા જોઈ શકાય છે. .

    આ પણ વાંચો: Quad Summit: ટોક્યોમાં PM મોદી-બાઇડેનની બેઠક, વડાપ્રધાને કહ્યુ, ‘ભારત-અમેરિકા વચ્ચે વિશ્વાસની ભાગીદારી’

    આ ફોટામાં જે દેખી રહ્યું છે તેને લઈને ભાજપના નેતાઓએ સાથે જ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સે વડાપ્રધાનને "ગ્લોબલ લીડર" (global leader) તરીકે બિરદાવતા ભારે વખાણ કર્યા છે.

    ભાજપના અમિત માલવિયાએ ટ્વિટર પર ફોટો શેર કર્યો અને ફોટો સાથે કૅપ્શનમાં લખ્યું: “વિશ્વનું નેતૃત્વ કરતા… એક ફોટો હજાર શબ્દોની કિંમત બરાબર છે” (Leading the world… a picture is worth a thousand words).



    પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ પણ તેમના ટ્વિટર પર ફોટો શેર કર્યો અને હિન્દીમાં કેપ્શન લખ્યું, "વિશ્વ ગુરુ ભારત (Vishwa guru Bharat) [જેનું ભાષાંતર વિશ્વ નેતા ભારત થાય છે]".



    ભાજપના નેતા સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો શેર કરતાં લખ્યું, "પ્રધાન સેવક - રસ્તો જાણે છે, તે જ રસ્તે જાય છે, રસ્તો બતાવે છે." (Pradhan Sevak — knows the way , goes the way , shows the way)



    દેવેન્દ્ર ફડણવીસે પણ કેપ્શન સાથે તસવીર શેર કરી: “ગ્લોબલ લીડર” (Global leader).

    આ પણ વાંચો:  Modi@8: નરેન્દ્ર મોદી સરકારે 2014થી શરૂ કરેલી આઠ કલ્યાણકારી યોજનાઓ, કરોડો લોકોને મળી રાહત

    જણાવી દઈએ કે માર્ચ 2021માં તેમની પ્રથમ વર્ચ્યુઅલ મીટિંગ મળી હતી, ત્યાર બાદ સપ્ટેમ્બર 2021માં યુએસમાં વ્યક્તિગત સમિટ અને માર્ચ 2022માં વર્ચ્યુઅલ મીટિંગ પછી આ ચોથી સમિટ છે. મહત્વનું છે કે પીએમ મોદી આજે સમિટના માર્જિન પર તેમના જાપાની સમકક્ષ અને યુએસ પ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર