ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં ભાજપને મળેલી હાર બાદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, નેતૃત્વને હાર અને નિષ્ફળતાઓની પણ જવાબદારી લેવી જોઈએ.
પોતાની સ્પષ્ટ બોલી માટે જાણીતા ભાજપ નેતાએ કહ્યું કે સફળતાની જેમ કોઈ નિષ્ફળતાની જવાબદારી લેવી જોઈએ. ગડકરીએ કહ્યું કે, સફળતા માટે દાવેદાર હોય છે, પરંતુ નિષ્ફળતામાં કોઈ સાથે નથી હોતું. સફળતાનો શ્રેય લેવા માટે લોકોમાં હોડ રહે છે, પરંતુ નિષ્ફળતાનો કોઈ સ્વીકાર નથી કરવા માગતું, બધા બીજાની તરફ આંગળ દેખાડવા લાગે છે.
ગડકરી અહીં પુણે જિલ્લા શહેરી સહકારી બેંક એસોસિએશન લિમિટેડ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, નેતૃત્વમાં અપયશની જવાબદારી લેવાની ક્ષમતા પણ હોવી જોઈએ, કારણ કે તેનાથી સંસ્થાની સાથે તેમના સંબંધ મજબૂત થાય છે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સહકારી બેંકોની ખરાબ સ્થિતિ પર કહ્યું કે કેન્દ્રીય બેંકોને તેમનો સાથ આપવો જોઈએ. ગડકરીએ સહકારી બેંકોના કામકાજ પર સવાલ ઉઠાવતા કહ્યું કે એક એન્જિન હોય તો ગાડી ઠીક ચાલે છે, પરંતુ જ્યારે અનેક એન્જિન હોય તો મુશ્કેલી થાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર