મહારાષ્ટ્ર : યાકુબ મેમણની ફાંસીનો વિરોધ કરનાર નેતા મંત્રી બન્યા, CM ઉદ્ધવે ખુલાસો આપ્યો

News18 Gujarati
Updated: December 30, 2019, 9:06 PM IST
મહારાષ્ટ્ર : યાકુબ મેમણની ફાંસીનો વિરોધ કરનાર નેતા મંત્રી બન્યા, CM ઉદ્ધવે ખુલાસો આપ્યો
મહારાષ્ટ્રના સીએમ. ઉદ્ધવ ઠાકરે, યાકુબ મેમણની ફાઇલ તસવીર. ઇનસેટ તસવીરમાં યાકુબની દયા યાચિકા કોપી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે જો એવું છે તો ભાજપના કયા કયા નેતાઓએ સમર્થન કર્યુ છે તેનું લિસ્ટ બહાર લાવવું પડશે

  • Share this:
મુંબઈ : 1993ના બોમ્બ બ્લાસ્ટમાં દોષી ઠરેલા યાકુબ મેમણને ફાંસી આપવાનો વિરોધ કરનારા કૉંગ્રેસના ધારાસભ્યએ હવે ઠાકરે સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. આ ધારાસભ્યનું નામ અસલમ શેખ છે. મહારાષ્ટ્ર સરકારના આજના કેબિનેટ વિસ્તરણમાં અસલમ શેખે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

વર્ષ 1993નાં સીરિયલ બૉમ્બ ધડાકામાં યાકુબ મેમણને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કેટલાક મુસ્લિમ ધારાસભ્યો અને મુસ્લિમ ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા યાકુબ મેમણને ફાંસી આપવા સામે પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીને પત્ર મોકલ્યો હતો. ધારાસભ્યોએ માંગ કરી કે યાકુબને ફાંસી વિના આજીવન કેદની સજા આપવામાં આવે. ધારાસભ્યોના આ પત્રણાં અસલમ શેખના નામ પર પણ સહી થઈ હતી.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 9 ગાડીઓએ કાબુ મેળવ્યો

આ પત્ર પર નસીમ ખાન, અમીન પટેલ, અસલમ શેખ, શેખ આસિફ શેખ રશીદ, મુઝફ્ફર હુસેન, હુસનાબોનો ખલીફ, યુસુફ અબ્રાહાની અને જાવેદ જુનેજાએ સહી કરી હતી. તેમના દ્વારા રાષ્ટ્રપતિને પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમણે રાષ્ટ્રપતિને યાકુબ મેમણની ફાંસી રદ કરવાનો પત્ર આપ્યો હતો એવા છ ધારાસભ્યો વિરુદ્ધ વિસર્જનની દરખાસ્ત શિવસેનાએ રજૂ કરી હતી. જોકે, તેમાના એક અસલમ શેખ કેબિનેટ પ્રધાન તરીકે ઠાકરેની સરકારમાં જોડાયો છે.

આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ ખુલાસો કરવાની ફરજ પડી છે. તેમણે જણાવ્યું કે 'જો આ પ્રકારની તુલના થતી હોય તો આ મામલે સમર્થન આપનારા ભાજપના નેતાઓનું પણ લિસ્ટ બહાર આવવું જોઈએ.

આ પણ વાંચો : દીવ 31stની પાર્ટી કરવા જનારા સાવધાન! પોલીસે રસ્તામાંથી 26 પીધેલાઓ ઝડપ્યાસીએમ ઠાકરેએ શું કહ્યું?

કેબિનેટ વિસ્તરણ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યું કે ' રાજ્યના પાયાના પ્રશ્નો જાણનારા અનુભવી નેતાઓનો કેબિનેટમાં સમાવેશ કરાયો છે. આ ટીમ રાજ્ય માટે શ્રેષ્ઠ સાબિત થશે. અલગ અલગ વિચારધારા વાળી પાર્ટીના નેતાઓ સાથે મળી રાજ્યના પ્રાણ પ્રશ્નો પર કામ કરશે'

 
First published: December 30, 2019, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading