આંધ્ર પ્રદેશમાં રહસ્યમયી બીમારી ફેલાવાનું અગત્યનું કારણ સામે આવ્યું! દર્દીઓના લોહીમાં મળ્યા લેડ અને નિકલ

આંધ્ર પ્રદેશમાં રહસ્યમયી બીમારી ફેલાવાનું અગત્યનું કારણ સામે આવ્યું! દર્દીઓના લોહીમાં મળ્યા લેડ અને નિકલ
એલુરુમાં અનેક લોકો બીમાર પડ્યા છે. (ફાઇલ તસવીર)

દિલ્હી એઇમ્સના રિપોર્ટમાં થયો ખુલાસો, દર્દીઓના શરીરમાં લેડ અને નિકલ ધાતુના કણ પાણી કે દૂધના માધ્યમથી પહોંચ્યા

 • Share this:
  નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના એલુરુમાં ફેલાયેલી રહસ્યમયી બીમારી (Mystery Disease)એ સૌને ચોંકાવી દીધા છે. આ બીમારીના કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. સાથોસાથ ઓછામાં ઓછા 500 લોકો તેનાથી બીમાર થયા છે. આ બીમારીની તપાસ માટે દિલ્હી સ્થિત એઇમ્સ (AIIMS)ના ડૉક્ટરોની ટીમ પણ કામે લાગી ગઈ છે. હવે તેમની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તેઓએ દર્દીઓના લોહીના નમૂનાઓની તપાસ કરી. તેમાં ઓછામાં ઓછા 10 દર્દીઓના લોહીમાં લેડ (Lead) અને નિકલ (Nickel) ધાતુના કણ મળ્યા છે.

  દિલ્હી સ્થિત એઇમ્સના પ્રારંભિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એલુરુમાં શનિવારથી અત્યાર સુધી ઓછામાં ઓછા 550 લોકો આ રહસ્યમગી બીમારીથી ગ્રસ્ત થઈ ચૂક્યા છે. ટીમે દર્દીઓના લોહીની તપાસ કરી છે. તેમની તપાસના પરિણામોમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે સંભવતઃ લેડ અને નિકલ ધાતુના કણ દર્દીઓના શરીરમાં પાણી કે દૂધના માધ્યમથી પહોંચ્યા છે.  આ પણ વાંચો, બાઇકની પાછળ બેસવાના નિયમોમાં ફેરફાર, હવે આવી રીતે કરવી પડશે સવારી, જાણો સરકારના નવા Rules

  એલુરુની સરકારી હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. એ.વી. મોહને ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેમના દ્વારા દિલ્હી એઇમ્સને મોકલવામાં આવેલા દર્દીઓના સેમ્પલની સાઇઝ ઓછી હતી. પરંતુ તેના પરિણામ દર્દીઓના લોહીમાં લેડ અને નિકલ જેવા ભારે ધાતુ મળ્યા છે. અમે કેટલાક બીજા સેમ્પલ મોકલ્યા છે, તેના પરિણામની રાહ જોવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, પત્નીની કાતરથી કરી દીધી હત્યા, પછી લાશની પાસે બેસીને વીડિયો ગેમ રમતો રહ્યો આરોપી પતિ

  ડૉ. મોહને જણાવ્યું કે આ રહસ્યમયી બીમારીથી 550 લોકો બીમાર થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં માત્ર 84 દર્દીઓની જ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને પણ થોડાક સમયમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:December 09, 2020, 08:29 am