Home /News /national-international /કેકે વેણુગોપાલના સ્થાને વરિષ્ઠ વકીલ આર વેંકટરામણી ભારતના આગામી એટર્ની જનરલ બનશે

કેકે વેણુગોપાલના સ્થાને વરિષ્ઠ વકીલ આર વેંકટરામણી ભારતના આગામી એટર્ની જનરલ બનશે

આર વેંકટરામણી ભારતના આગામી એટર્ની જનરલ બનશે

Chief Law Officer: કેન્દ્ર સરકારે આ પહેલા 91 વર્ષેના મુખ્ય કાયદા અધિકારી કે.કે વેણુગોપાલની જગ્યા માટે સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીની પેશકશ કરી હતી. પરંતું તેમણે આ ઓફરના નકારી દીધી હતી. આ બાદ સિનિયર વકીર આર વેંકરરમણીની નવા મુખ્ય કાયદા અધિકારી તરીકે નિમણુક કરી છે. તેઓ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહેશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી : વરિષ્ઠ વકીલ આર વેંકટરામણીને ભારતના આગામી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહેશે. તેઓ વર્તમાન એડવોકેટ જનરલ કેકે વેણુગોપાલનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે.

    કાયદા અને ન્યાય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વરિષ્ઠ વકીલ આર વેંકટરામાણીને બુધવારે ઓફિસમાં પ્રવેશની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતના આગામી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. વેંકટરામણી કાયદા પંચના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે અને 42 વર્ષથી વધુ સમયથી બારના સભ્ય પણ છે.'

    આ પણ વાંચો: બોલરો બાદ રાહુલ-સૂર્યકુમારે બતાવી તાકાત, ભારતે વિજય સાથે કરી શરૂઆત

    આ પહેલા કેન્દ્રએ 91 વર્ષેના મુખ્ય કાયદા અધિકારી કે.કે વેણુગોપાલની જગ્યા લેવા માટે આ મહિનાની શરૂઆતમાં સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીની ભલામણ કરવામાં આવી હતી. પરંતું તેમણે આ ઓફરને નકારી દીધી હતી. રોહતગી જૂન 2014થી જૂન 2017 સુધી એટર્ની જનરલ હતા. તેમના પછી વેણુગોપાલને જુલાઈ 2017માં આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    એટર્ની જનરલ તરીકે વેણુગોપાલનો પ્રથમ કાર્યકાળ 2020 માં સમાપ્ત થવાનો હતો અને તેમણે સરકારને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની જવાબદારીઓમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. જો કે, બાદમાં તેમણે એક વર્ષ માચે નવા કાર્યકાળનો સ્વીકારી કર્યા હતો. કારણ કે સરકાર એ વાતનુ ધ્યાન રાખવા માંગતી હતી કે, તેઓ આ પદ પર બન્યા રહે અને તેઓ હાઈ-પ્રોફાઈલ કેસોમાં વકીલાત કરે અને બારમાં લાંબો અનુભવ ધરાવે છે. આ પછી, 29 જૂને તેમને ફરીથી ત્રણ મહિના માટે દેશના આ ટોચના કાયદા અધિકારીના પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા.

    આ પણ વાંચો- ખરાબ ATMએ વ્યક્તિને બનાવી દીધો કરોડપતિ, મફતમાં મળેલા 9 કરોડમાંથી કરી આવી ઐય્યાશી

    ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વેણુગોપાલે 'વ્યક્તિગત કારણોસર' તેમની અનિચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ 30 સપ્ટેમ્બર સુધી આ પદ પર ચાલુ રાખવાની સરકારની વિનંતીને સ્વીકારી લીધી હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: National news, National News in gujarati

    विज्ञापन
    विज्ञापन