બિશ્નોઈ (gangster lawrence bishnoi) એ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, હું તિહાર જેલ નંબર 8માં બંધ હતો અને ફોનનો ઉપયોગ પણ કરતો નહોતો. પરંતુ ગેંગસ્ટરે કબૂલાત કરી હતી કે, મુસેવાલાની હત્યા (sidhu moose wala murder case)માં અમારી ગેંગનો હાથ છે.
નવી દિલ્હી : પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ (sidhu moose wala murder case) માં પહેલીવાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (gangster lawrence bishnoi) એ મૌન તોડ્યું છે. તેણે દિલ્હી પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે, અમારી ગેંગના સભ્યએ જ મૂસવાલાને મરવાયો છે. લોરેન્સે કહ્યું કે વિકી મિદુખેડા મારો મોટો ભાઈ હતો, અમારા ગ્રુપે ચંદીગઢમાં કોલેજકાળથી જ તેમના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
બિશ્નોઈએ પોલીસ પૂછપરછમાં વધુમાં કહ્યું કે, આ વખતે આ કામ મારું નથી, કારણ કે હું તિહાર જેલ નંબર 8માં બંધ હતો અને ફોનનો ઉપયોગ પણ કરતો નહોતો. પરંતુ ગેંગસ્ટરે કબૂલાત કરી હતી કે, મુસેવાલાની હત્યામાં અમારી ગેંગનો હાથ છે. તેણે એ પણ કબૂલ્યું કે, પંજાબનો એક પ્રખ્યાત ગાયક પણ તેનો ભાઈ છે, જેનું નામ ન્યૂઝ18 સુરક્ષાના કારણોસર જાહેર કરતું નથી. લોરેન્સે કહ્યું કે, મને તિહાર જેલમાં ટીવી પ આ હત્યાકાંડની જાણ થઈ.
સચિન બિશ્નોઈ મૂસવાલાની હત્યાના કાવતરામાં સામેલ હતો
લોરેન્સના કબૂલાતથી સ્પષ્ટ છે કે, જેલની બહારથી બિશ્નોઈ ગેંગને ઓપરેટ કરનાર સચિન બિશ્નોઈ પણ ષડયંત્રમાં સામેલ હતો, જ્યારે સુરક્ષા એજન્સીઓએ ન્યૂઝ18 ઈન્ડિયાના સચિન બિશ્નોઈના આજના ઈન્ટરવ્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે, આ અવાજ માત્ર સચિન બિશ્નોઈનો છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ મુસેવાલા હત્યાકાંડના રહસ્યો ખોલવા માટે લોરેન્સને મેળવવાનો પ્રયાસ કરી રહી છે
જો કે આ પૂછપરછ જૂના કેસના સંદર્ભમાં કરવામાં આવી રહી છે, પરંતુ સ્પેશિયલ સેલ તેને મુસેવાલા હત્યા કેસના રહસ્યો ખોલવા માટે પ્રયાસ કરી રહી છે. જેના પર બિશ્નોઈ ધીમે ધીમે મોઢું ખોલી રહ્યો છે. તો, આ હત્યામાં સામેલ અન્ય એક આરોપીની પંજાબ પોલીસે ઓળખ કરી છે, જેનું નામ મનપ્રીત ઉર્ફે મણિ તરીકે જણાવવામાં આવી રહ્યું છે, જે પિંડ વિસ્તાર, તરનતારનનો રહેવાસી હોવાનું કહેવાય છે. માણસા પોલીસને પણ આ કેસમાં ઘણી મહત્વની કડીઓ મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર