Home /News /national-international /મોદી સરકારે CJI પાસે ઉત્તરાધિકારીની ભલામણ કરવા પત્ર લખ્યો, 50માં ચીફ જસ્ટિસ બની શકે છે ચંદ્રચૂડ

મોદી સરકારે CJI પાસે ઉત્તરાધિકારીની ભલામણ કરવા પત્ર લખ્યો, 50માં ચીફ જસ્ટિસ બની શકે છે ચંદ્રચૂડ

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ (ફાઈલ ફોટો)

સીજેઆઈ પોતાના બાદ હાલના સૌથી વરિષ્ઠ જજને પોતાના ઉત્તરાધિકારી તરીકે નામિત કરે છે. ત્યારે આવા સમયે સીજેઆઈ બાદ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ જ સૌથી વરિષ્ઠ જજ છે.

    નવી દિલ્હી: નવા ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાની નિમણૂંકને લઈને પ્રક્રિયા શરુ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાનૂન મંત્રાલય તરફથી હાલના સીજેઆઈ યૂયૂ લલિતને એક પત્ર લખવામાં આવ્યો છે. તેમાં તેમના ઉત્તરાધિકારી નામિત કરવા માટે કહેવાયું છે. નવા સીજેઆઈની નિમણૂંકને લઈને ઔપચારિક પ્રક્રિયા થાય છે, જે કાયદા મંત્રાલય તરફથી પત્ર લખીને શરુ થાય છે. જો કે, માનવામાં આવી રહ્યું છે કે, સીજેઆઈ બાદ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ ડીવાઈ ચંદ્રચૂડને 50માં ચીફ જસ્ટિસ નિમણૂંક કરી શકે છે.

    આ પણ વાંચો:  કેન્દ્રીય વિદ્યાલયમાં સીનિયર સાથે ભૂલથી અથડાઈ વિદ્યાર્થિની, ટોયલેટમાં ખેંચી લઈ હવસનો શિકાર બનાવી

    મોટા ભાગે કાયદા મંત્રાલય તરફથી હાલના સીજેઆઈને પત્ર લખીને તેમના ઉત્તરાધિકારી નામિત કરવા માટે કહેવાય છે. સીજેઆઈ પોતાના બાદ હાલના સૌથી વરિષ્ઠ જજને પોતાના ઉત્તરાધિકારી તરીકે નામિત કરે છે. ત્યારે આવા સમયે સીજેઆઈ બાદ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ જ સૌથી વરિષ્ઠ જજ છે. આ પ્રક્રિયા પરંપરાગત રીતે પુરી થાય છે, તો જસ્ટિસ ચંદ્રચૂડને જ નવા સીજેઆઈ બનાવી શકે છે. આપને જણાવી દઈએ કે, હાલના સીજેઆઈ યૂયૂ લલિત 8 નવેમ્બરે રિટાયર થઈ રહ્યા છે.

    2016માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા જસ્ટિસ ચંદ્રચૂડ


    જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ 13 મે 2016ના રોજ થઈ હતી. આ અગાઉ તેઓ 31 ઓક્ટોબર 2013થી 13 મે 2016 સુધી અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદ પર રહ્યા હતા. આ અગાઉ ડીવાઈ ચંદ્રચૂડ બોમ્બે હાઈકોર્ટના પણ જજ રહી ચુક્યા છે. 1998થી લઈને 29 માર્ચ 2000 સુધી ચંદ્રચૂડ એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઈંડિયાના પદ પર રહ્યા, તેમને જૂન 1998માં બોમ્બે હાઈકોર્ટ તરફથી સીનિયર એડવોકેટની ઉપાધી આપવામાં આવી. તેમને દિલ્હીના સેન્ટ સ્ટીફંસ કોલેજથી ઈકોનોમિક્સમાં બીએ ઓનર્સ કર્યું હતું. ત્યાર બાદ દિલ્હી યુનિવર્સિટીથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીથી એલએલએમ અને જ્યૂડિયશિયલ સાયન્સમાં ડોક્ટરેટનો અભ્યાસ કર્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: CJI, Supreme Court

    विज्ञापन
    विज्ञापन