કાયદા મંત્રીએ કહ્યું, NRC લાગુ કરતાં પહેલા રાજ્યોની સલાહ લઈશું, NPR વિશે પણ વિચારીશું

(ફાઇલ તસવીર)

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે નિયત પ્રક્રિયા બાદ જ દેશભરમાં NRC લાગુ કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (National Register of Citizens)ને લઈ દેશભરમાં ચાલી રહેલા બબાલની વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ કહ્યું છે કે નિયત પ્રક્રિયા બાદ જ દેશભરમાં એનઆરસી (NRC) લાગુ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, એનઆરસી લાગુ કરતાં પહેલા તમામ રાજ્ય સરકારો પાસે વાત કરવામાં આવશે. તેની સાથે જ તેઓએ કહ્યું કે એનપીઆર (NPR)ને લઈને હાલમાં અમે કંઈ કહી ન શકીએ. એનપીઆર વિશે સરકાર (Modi Government) વિચારી પણ શકે છે અને ન પણ વિચારી શકે.

  અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ એક કાયદાકીય પ્રક્રિયા છે. પહેલા નિર્ણય, બીજું નોટિફિકેશન અને પછી પ્રોસેસ, વેરિફિકેશન, ઑબ્જેક્શન, તેની પર સુનાવણી. તેની વિરુદ્ધ અપીલ. ત્યારબાદ રાજ્ય સરકારો સાથે આ વિશે વાતચીત કરવામાં આવશે અને તેના ફિડબેક લેવામાં આવશે. જો આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે તો દેશના નાગરિકોની સામે લેવામાં આવશે. એનઆરસી અંગે કંઈ પણ ગુપ્ત નહીં રાખવામાં આવે.

  રવિશંકર પ્રસાદે કહ્યું કે, સમગ્ર દેશમાં એનઆરસી લાગુ થયા બાદ નાગરિકો પાસે કયા-કયા દસ્તાવેજ લેવામાં આવશે તેના પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. તેઓએ કહ્યું કે જ્યારે એનઆરસીની પ્રક્રિયા શરૂ થશે ત્યારે (Registration of Citizen and Issue of National Identity Cards Rules, 2003) હેઠળ નિયમ સંખ્યા 3 અને 4નું પાલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે એનઆરસીને લાગુ કરતાં પહેલા તેનાથી જોડાયેલી જાણકારી નાગરિકોને આપવામાં આવશે.

  રવિશંકર પ્રસાદે કહ્યું કે, મતગણતરી ડેટા પણ ખૂબ જરૂરી છે. તેઓએ કહ્યું કે, એનપીઆર ડેટાનો ઉપયોગ સરકારી યોજનાઓને જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચડવા માટે કરવામાં આવશે. તેઓએ કહ્યું કે એનપીઆર લાગુ કરવામાં તમામ કાયદાકીય પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે જો મતદાર યાદીમાં નામ નથી અને તમે ભારતના નાગરિક છો તો એવા નાગરિકોને મત આપવાનો અધિકારી નથી હોતો. આ મતદાર યાદીને સુધારવાની જરૂર છે.

  ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ ANI સાથે વાતચીત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ કહ્યું હતું કે એનપીઆર અને એનઆરસીની પ્રક્રિયા અલગ છે. તેઓએ કહ્યું હતું કે એનપીઆરથી જોડાયેલા ડેટાનો ઉપયોગ એનઆરસી માટે નહીં કરવામાં આવે. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે એનઆરસી અને એનપીઆરને પરસ્પર કોઈ સંબંધ નથી.

  આ પણ વાંચો,

  કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- 'દેશમાં રહેતાં લોકોએ ભારત માતા કી જય બોલવું જ પડશે'
  જેને કેન્દ્રએ લીલી ઝંડી આપી તે NPR શું છે? NRCથી કેવી રીતે છે અલગ
  Published by:Mrunal Bhojak
  First published: