નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે સતત ટકરાવની સ્થિતિ વચ્ચે કાયદા મંત્રી કિરેન રિજિજૂએ કોલેજિયમ સિસ્ટમને 'એલિયન' ગણાવ્યું છે. કોલેજિયમનો ઉપયોગ કોર્ટમાં જજોની નિયુક્તિ માટે કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એક અદાલતી નિર્ણયના આધાર પર કોલેજિયમનું ગઠન કર્યું હતું. કાયદા મંત્રીએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, 1991થી પહેલા તમામ ન્યાયાધીશોની નિયુક્તિ સરકાર દ્વારા થતી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતનું સંવિધાન સૌ કોઈ અને વિશેષ કરીને સરકાર માટે એક પવિત્ર દસ્તાવેજ છે.
કાયદા મંત્રીએ આગળ કહ્યું કે, કોર્ટ અથવા અમુક ન્યાયાધીશોના નિર્ણયોના કારણે કોઈ પણ વસ્તુ સંવિધાન પ્રત્યે સર્વથા અપરિચિત(એલિયન ) હોય શકે છે. ત્યારે આવા સમયે આપ કેવી રીતે આશા રાખી શકો કે, તે નિર્ણયનું દેશ સમર્થન કરશે. રિજિજૂએ કહ્યું કે, કોલેજિયમ સિસ્ટમ આપણા સંવિધાન પ્રત્યે સર્વથા અપિરિચત શબ્દાવલી છે. તેમણે કહ્યું કે, તમે મને જણાવો કે, કઈ જોગવાઈમાં કોલેજિયમ સિસ્ટમનો ઉલ્લેખ કર્યો છે. કાયદા મંત્રી રિજિજૂએ કહ્યું કે, કોલેજિયમ સિસ્ટમ આપણા સંવિધાનથી અલગ છે. તેમણે કહ્યું કે, કોલેજિયમ સિસ્ટમમાં ખામીઓ છે અને લોકો અવાજ ઉઠાવી રહ્યા છે કે આ સિસ્ટમ ટ્રાંસપરેંટ નથી. તેમણે કહ્યું કે, કોઈ જવાબદારી પણ નથી.
કેન્દ્રએ પસાર કર્યો એક્ટ, પણ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો
કાયદા મંત્રીએ કહ્યું કે, એક વાર સુપ્રીમ કોર્ટ પોતાની ભલામણ આપે છે, ત્યાર બાદ સરકારને પણ મહેનત કરવી પડે છે. કાયદા મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, સરકાર કોલેજિયમ સિસ્ટમનું ત્યાં સુધી સન્માન કરે છે, જ્યાં સુધી કોઈ અન્ય સિસ્ટમથી તેને રિપ્લેસ નથી કરતી. તેમણે કહ્યું કે, એ ચર્ચામાં નથી પડવા માગતા કે આગામી સિસ્ટમ કેવી હોવી જોઈએ. તેમણે કહ્યું કે, તેના માટે સારો મંચ અને યોગ્ય સ્થિતિની રાહ જોઈ રહ્યા છીએ. લગભગ સર્વસંમ્મતિથી સંસદે કોલેજિયમ સિસ્ટમને બદલવા માટે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્ત આયોગ અધિનિયમ પસાર કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે આ કાયદાને રજ કરી દીધો.
તો પછી ફાઈલ સરકારને ન મોકલો
કેન્દ્રીય મંત્રી રિજિજૂએ કહ્યું કે, જ્યાં સુધી કોલેજિયમ સિસ્ટમ ચાલી રહી છે, ત્યાં સુધી તેમને સિસ્ટમનું સન્માન કરવું જોઈએ. હાલમાં જ સુપ્રીમ કોર્ટે નિયુક્તિને લઈને અમુક જજોના નામની ભલામણ કરી હતી, પણ કથિત રીતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારે નિયુક્તિમાં મોડુ કર્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોઈએ પણ એ ન કહેવું જોઈએ કે, સરકાર ફાઈલ પર બેઠી છે. કાયદા મંત્રીએ એવું કહેનારાઓને કહ્યું કે, તો પછી ફાઈલો સરકારને ન મોકલો. આપ પોતાની જાતને નિયુક્ત કરો છો અને આપ શો ચલાવો છો. સિસ્ટમ કામ નથી કરતું. કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને મળીને કામ કરવું જોઈએ.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર