કાયદા પંચે લાલ આંખ કરીને કેમ કહ્યું, 'હિન્દુઓને બીજા ધર્મમાં લગ્ન કરતાં રોકો'

કાયદા પંચે લાલ આંખ કરીને કેમ કહ્યું, 'હિન્દુઓને બીજા ધર્મમાં લગ્ન કરતાં રોકો'
ફાઈલ ફોટો

પંચે કહ્યું હતું કે આ અંગે કાયદો અમલમાં છે પણ કોઈ તેનું કડકપણે પાલન કરતું નથી.

 • Share this:
  હિંદુઓ દ્વારા બીજા લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવાનો નવો સિલસિલો શરૂ થયો છે ત્યારે ધર્મ બદલીને બીજા લગ્ન કરતા હિંદુઓને રોકવા કડક પગલાં લેવા જોઈએ તેવો મત કાયદા પંચે વ્યક્ત કર્યો હતો. કાયદા પંચે આ માટે નવો કડક કાયદો ઘડવાની ભલામણ કરી છે. કાયદા પંચના ઐતિહાસિક ડેટા એવું દર્શાવે છે કે અનેક હિંદુઓ દ્વારા બીજા લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે આથી તેને બીજા લગ્ન કરતા રોકી શકાય નહીં પણ આ સિસ્ટમ ખોટી અને ગેરકાયદેસરની છે.

  કાયદા પંચે આ સંદર્ભમાં અનેક રિપોર્ટસ તેમજ સુપ્રીમકોર્ટનાં આદેશોને ટાંક્યા હતા. પંચે કહ્યું હતું કે આ અંગે કાયદો અમલમાં છે પણ કોઈ તેનું કડકપણે પાલન કરતું નથી. આઈપીસીની કલમ 494ની જોગવાઈ અનુસાર કોઈપણ વ્યક્તિ તેની પત્ની કે પતિ જીવિત હોય ત્યારે બીજા લગ્ન કરી શકતો નથી. જો તે બીજા લગ્ન કરે તો તેને 7 વર્ષની કેદની સજા થઈ શકે છે.  બીજી પત્ની કે પતિને પહેલાં લગ્નની જાણ કર્યા વિના બીજા લગ્ન કરાયા હોય તો તેવા કિસ્સામાં કલમ 495 હેઠળ 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. હકીકતો એવું દર્શાવે છે કે હિંદુઓમાં પાર્ટનર જીવિત હોવા છતાં લોકો ધર્મ પરિવર્તન કરીને બીજા લગ્ન કરવા લાગ્યા છે. અનેક લોકોએ બીજા લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનું જણાયું હતું. 1994માં સરલા મુદગલ ર્વિસસ ભારત સરકારનાં કેસમાં આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો.

  કાયદા પંચે કહ્યું કે, દેશમાં સ્પષ્ટ કાયદો અમલમાં છે કે ધમાંર્તરણ કર્યા પછી પણ બીજા લગ્ન માન્ય ઠરતા નથી. જો પતિ કે પત્નીમાંથી એકે લગ્ન કરવા ધમાંર્તરણ કર્યું હોય પણ બીજી વ્યક્તિએ ધર્મ પરિવર્તન કર્યું ન હોય તો તેવા લગ્ન કાયદેસર રીતે માન્ય નથી. બંને લોકો જે ધર્મમાં લગ્ન કર્યા હોય તેનું ચુસ્તપણે પાલન કરે તો જ આવા લગ્ન માન્ય ઠરશે તેમ પંચે કહ્યું હતું.

  અગાઉ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એક લગ્નનાં નિયમ અપનાવતા ધર્મમાંથી બહુવિવાહની છૂટ આપતો ધર્મ અપનાવવાથી પણ આવા લગ્નો માન્ય ઠરતા નથી. આ માટે દરેક કેસદીઠ પગલાં કે નિર્ણયો લેવાને બદલે સ્પષ્ટતા કરતો કડક કાયદો બનાવવા પંચે સરકારને ભલામણ કરી છે.

  કેટલાક કિસ્સામાં બીજી પત્નીના લગ્ન ગેરકાયદેસર ઠરે ત્યારે તેણી અને તેના સંતાનો ભરણપોષણ વિના ટળવળવું પડે છે અને રહેવું પડે છે. આથી કાયદા પંચે કલમ 16માં સુધારો કરીને ”કાયદેસર લગ્નથી જન્મેલા બાળકો, ગેરકાયદેસર લગ્નથી જન્મેલા બાળકો નહીં” એવી જોગવાઈ ઉમેરવા અને કોઈપણ દસ્તાવેજ કે નિવેદનમાં ઈલેજિટિમેટ શબ્દનો ઉપયોગ નહીં કરવા સૂચવ્યું છે.
  First published:September 05, 2018, 00:05 am