Home /News /national-international /દેશવાસીઓ માટે ખુશખબર આવી, 1 ઓક્ટોબરે લોન્ચ થશે 5જી સેવાઓ

દેશવાસીઓ માટે ખુશખબર આવી, 1 ઓક્ટોબરે લોન્ચ થશે 5જી સેવાઓ

PM મોદી લોન્ચ કરશે 5જી સેવાઓ (ફાઈલ ફોટો)

5g services: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરે દેશવાસીઓને ખુશખબર આપવાના છે, આ તારીખથી દેશવાસીઓ 5જી સેવાઓનો આનંદ લઈ શકશે.

    નવી દિલ્હી: દેશમાં 5G સેવાઓ 1 ઓક્ટોબરથી શરુ થવાની છે. પ્રધાનમંત્રી મોદી 1 ઓક્ટોબરથી ઈંડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ લોન્ચ કરશે. લોન્ચ કર્યા બાદ લોકોને 5G સેવાઓની રાહ જોવાનો અંત આવશે. સરકારના નેશનલ બ્રોડબેંડ મિશને આજે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારતના ડિજિટલ ટ્રાંસફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પર લઈ જાય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્રદર્શની ઈંડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓની શરુઆત કરશે.

    ઈંડિયા મોબાઈલ કોંગ્રેસમાં થશે મેગા લોન્ચ


    ઈંડિયા મોબાઈલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટી ટેલીકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્ત રીતે ડિપાર્ટમેંટ ઓફ ટેલીકોમ્યુનિકેશન અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈંડિયા આયોજીત કરશે.

    જાણકારોનું કહેવુ છે કે, 5જી ટેકનોલોજી આવવાથી ભારતને મોટો ફાયદો થશે. મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સનું પ્રતિનિધત્વ કરતી વૈશ્વિક ઓદ્યોગિક સંસ્થાનું અનુમાન છે કે, વર્ષ 2023 અને 2040ની વચ્ચે તેને ભારતીય અર્થવ્યવસ્થાને 36.4 ટ્રિલિયન રૂપિયા અથવા 455 અબજ ડોલરનો ફાયદો થવાની આશા છે.

    આ પણ વાંચો: 5જી સેવાઓ વિશે વધુ વિગતો અહીં જાણો

    5જી સેવાનો શું ફાયદો થશે?


    5G સેવાઓમાં ડેટા મોકલવા અને લેવામાં સ્પિડ પહેલા કરતા વધારે હશે. તેનાથી ન ફક્ત લોકોનો સમય બચશે, પણ નવા યુગમાં કેટલાય એપ્લીકેશનને પણ સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5Gની મદદથી ગ્રાહકોનો અનુભવ પહેલાથી વધારે સારો રહેશે, સાથે જ હવે ટ્રાંજેક્શનને લઈને ફાઈલને ડાઉનલોડ અથવા અપલોડ કરવામાં પણ સેકેન્ડોનો સમય લાગશે.

    પાંચમી પેઢી અથવા 5જી દૂરસંચાર સેવાઓ દ્વારા અમુક સેકન્ડમાં મોબાઈલ અને બીજા ઉપકરણો પર હાઈ ક્વાલિટીવાળા લાંબા વીડિયો અથવા ફિલ્મ ડાઉનલોડ કરી શકાશે. આ એક વર્ગ કિલીમીટરમાં લગભગ એક લાખ સંચાર ઉપકરણોને સમર્થન કરશે.

    આ સેવા સુપરફાસ્ટ સ્પીડ (4જીથી લગભગ 10 ગણી વધારે સ્પિડ) સંપર્કમાં થતા મોડુ અને કાપ તથા અબજો સંબદ્ધ ઉપકરણોને વાસ્તવિક સમયમાં ડેટા શેર કરવામાં સક્ષમ બનાવશે. તેના દ્વારા 3ડી હોલોગ્રામ કોલિંગ, મેટાવર્સ અનુભવ અને શૈક્ષણિક અનુપ્રયોગોને નવી રીતે પરિભાષિત કરી શકાશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: 5G in India, PM Modi પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन