પતિ-પત્ની સાથે બેશીને પીતા હતા દારૂ, પત્નીના મોબાઈલની ઘંટડી વાગી પછી બધુ જ બદલાઈ ગયું
પતિ-પત્ની સાથે બેશીને પીતા હતા દારૂ, પત્નીના મોબાઈલની ઘંટડી વાગી પછી બધુ જ બદલાઈ ગયું
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock
એક વર્ષ પહેલા જ લગ્ન કરેલા વિકાસ અને તેની પત્ની નેહા ઘરના ધાબા ઉપર દારુ પી રહ્યા હતા ત્યારે નેહાના ફોન ઉપર કોઈ ખોટા વ્યક્તિનો ફોન આવી ગયો હતો. ત્યારબાદ ઝઘડો શરૂ થયો અને અંગે પતિએ ચપ્પા વડે નેહાના ગળા ઉપર હુમલો કર્યો હતો.
નિખિલ અગ્રવાલ, મેરઠઃ ઉત્તર પ્રદેશમાં (Uttar pradesh) મેરઠમાં (Meerut) એક નશેડી પતિએ પોતાની પત્નીની ધારદરા હથિયાર વડે ગળું કાપીને હત્યા (husband killed wife) કર્યાની ઘટના સામે આવી છે. જ્યારે હુમલો થયો ત્યારે મહિલા પણ નશામાં હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં (hospital) દાખલ કરાવી હતી. આડા સંબંધોના (affair) શકમાં પતિએ જીવલેણ હુમલો કરી નાંખ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે પતિની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનના બાગડિયા મહોલ્લાની આ ઘટના છે. વિકાસ ઉર્ફે વિક્કીના લગ્ન ગત વર્ષે દિલ્હીમાં મંગોલપુરી નિવાસી નેહા સાથે થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજે બંને ઘરમાં દારૂ પી રહ્યા હતા. આ દરમિયાન નેહાના ફોન ઉપર કોલ આવ્યો હતો.
આ વાતને લઈને વિકાસ અને નેહા વચ્ચે બોલાચાલી થઈ હતી. વિકાસે પહેલા નેહા સાથે મારપીડ કરી હતી. પછી શાકભાજી કાપવાના ચપ્પા વડે તેનું ગળું કાપી નાંખ્યું હતું. થોડો સમયે તે લોહી લુહાણ હાલતમાં છત ઉપર પડી રહી હતી. કેટલાક લોકોએ આ અંગેની જાણકારી વિકાસની માતાને આપી હતી.
તે ઘટના સ્થળે પહોંચીને લોકોની મદદથી નેહાને હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. પતિ-પત્ની બંને સાથે દારૂ પિતા હતા. આ દરમિયાન તેમની વચ્ચે વિવાદ થયો હતો. પતિએ ચપ્પા વડે પતિ ઉપર હુમલો કર્યો હતો. હજી ઘટનાની તપાસ ચાલું છે.
આરોપીની પતિની માતાએ જણાવ્યું કે, જ્યાકે તે કામ ઉપરથી ઘરે પરત ફરી ત્યારે બંને વચ્ચેના ઝઘડા અંગેની જાણ થઈ હતી. બંનેએ દારૂ પીધેલો હતો. મેં વહૂને પોતાની સાથે નીચે આવવા માટે કહ્યું હતું. પરંતુ તે મારી સાથે આવી નહીં. તેણે જણાવ્યું કે વહૂના મોબાઈલ ઉપર કોઈ ખોટા આદમીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ મારો પુત્ર ગુસ્સે ભરાયો હતો. તેણે શાકભાજી કાપવાના ચપ્પાથી ગળા ઉપર હુમલો કર્યો હતો.
તેમણે જણાવ્યું કે લોકડાઉનમાં મેં પોલીસની પરમિશન લઈને બંનેના લગ્ન કરાવ્યા હતા. વહુએ અલગથી ભાડાનો રૂમ રાખ્યો હતો. અમે બંનેને અલગ કરી રાખ્યા હતા. બંને ઉપરના મકાનમાં રહેતા હતા. અમે બંને વૃદ્ધ નીચે રહેતા હતા. પુત્રએ તાળુ લગાવી રાખ્યું હતું. મેં તાળું તોડીને લોકોને ભેગા કરી વહૂને હોસ્પિટલ દાખલ કરાવી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર