સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

પતિના આપત્તિજનક ફોટો જોઈને પત્ની ભડકી ગઈ હતી. અને પૂજાની થાળી ઉઠાવીને ફેંકી દીધી હતી. પતિનો હાથ પકડીને ઘસેડીને પોલીસ ચોંકી ગઈ ગઈ હતી. જ્યાં હાઈપ્રોફાઈલ ડ્રામા જોવા મળ્યો હતો.

  • Share this:
    કાનપુરઃ ગુરુવારે વટ સાવિત્રીનું વ્રત (Vat Savitri vrat) હોવાથી પત્નીઓ પોતાના પતિઓની લાંબી ઉંમરો માટે વ્રત રાખતી હોય છે. ત્યારે કાનપુરમાં (Kanpur) પણ એક પત્નીએ પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખીને વટની પૂજા કરીને ઘરે પરત આવી હતી. ત્યારબાદ પતિ સાથે સેલ્ફી લેવાની જીદ પકડી હતી અને પતિએ સેલ્ફી પડાવવા માટે માની પણ ગયો હતો. પત્નીએ પતિ સાથે સેલ્ફી (wife selfie with husband) લીધી હતી. અને ફોટો જોવા માટે ફોનની ગેલેરી જોઈને તો પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પત્નીએ પતિની અન્ય મહિલા (husband love affair) સાથેના આપત્તી જનક ફોટો જોયા હતા. ત્યારે પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

    પતિના આપત્તિજનક ફોટો જોઈને પત્ની ભડકી ગઈ હતી. અને પૂજાની થાળી ઉઠાવીને ફેંકી દીધી હતી. ઘરમાં યુદ્ધ જેવું વાતાવરણ થયું હતું. પત્નીએ તો પહેલા ભારે બબાત કરી હતી. ત્યારબાદ પતિનો હાથ પકડીને ઘસેડીને પોલીસ ચોંકી ગઈ ગઈ હતી. જ્યાં હાઈપ્રોફાઈલ ડ્રામા જોવા મળ્યો હતો.

    સેલ્ફીએ ખોલી પતિના પાપની પોલ
    બિઠૂર પોલીસ ક્ષેત્ર સ્થિત મંઘના ચોકી વિસ્તારમાં રહેતો એક યુવક ફેક્ટરીમાં બસ ચલાવવાનું કામ કરે છે. ત્ની પત્ની પણ એજ ફેક્ટરીમાં કામ કરે છે. વટ સાવિત્રીનું વ્રત હોવાથી વટ વૃક્ષની પૂજા કરીને પત્નીએ પતિ સાથે સેલ્ફી લીધી હતી. જોકે, આ સેલ્ફીએ પતિની પોલ ખોલી હતી.

    આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

    આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

    આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

    સેલ્ફીનો ફોટો જોવા મોબાઈલ ફોનની ગેલેરી જોઈ જો પતિના અન્ય સ્ત્રી સાથેના આપત્તિજનક ફોટો જોતા પત્ની ભડકી હતી. પત્નીએ પોલીસ કર્મચારીઓને પતિના અશ્લીલ ફોટો બતાવ્યા હતા. અને કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી.



    પતિએ પત્નીના પગ પકડીને માંગી માંફી
    પતિ પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. પત્ની સામે હાથ જોડીને આજીજી કરતો હતો. પરંતુ પત્ની પોતાની જીદ ઉપર અડી હતી. પતિએ જ્યારે પત્નીના પગ પકડીને માંફી માંગી ત્યારે પત્નીનો ગુસ્સો શાંત થયો હતો. પોલીસે પણ દંપતીને સમજવાની ઘરે મોકલી દીધું હતું.
    Published by:ankit patel
    First published: