AADHAAR બંધારણીય રીતે માન્ય, બેંકખાતા માટે મરજીયાત, PAN સાથે જોડવું જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: September 26, 2018, 12:06 PM IST
AADHAAR બંધારણીય રીતે માન્ય, બેંકખાતા માટે મરજીયાત, PAN સાથે જોડવું જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
પ્રતિકાત્મક તસવીર

આધારની માન્યતાને પડકાર આપતી એક અરજી ઉપર બુધવારે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે. પાંચ જજોની પીઠ આધાર ખાનગી અધિકારનું ઉલ્લંઘન થાય છે કે નહીં એ નક્કી કરશે.

  • Share this:
આધાર કાર્ડની માન્યતાને પડકાર આપતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાં પાંચ જજોની ખંડપીઠે આધારને બંધારણીય રીતે માન્ય ગણાવ્યું છે. સુનાવણી વખતે જસ્ટીસ સીકરીએ કહ્યું હતું કે, "બેસ્ટ હોવા કરતા બહેતર છે યુનિક હોવું. આધાર ફુલપ્રૂફ છે. સરકારની પાસે જતનાના અધિકારો ઉપર યોગ્ય લગામ લગાવવાનો સંપૂર્ણ અધિકાર છે."

જસ્ટીસ સીકરીએ વધુમાં કહ્યું કે, "આધાર અને બીજા આઇડેટીં પ્રૂફમાં મૂળ અંતર યુનીકનેસમાં છે. યુનિક આઇડેન્ટી કાર્ડમાં હાંસિયામાં ધકેલાયેલા લોકોને ઓળખ મળે છે. " આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, "ડેટા શેરિંગ ઉપર ફેસલો જ્વોઇન્ટ સેક્રેટરી અથવા એનાથી ઉપરના લોકો નિર્ણય લઇ શકે છે. આધારથી વસ્તીના મોટાભાગને ફાયદો થઇ રહ્યો છે."

આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, યુજીસી, એનઇઇટી અને સીબીએસઇ પરીક્ષાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, બાયોમેટ્રિક ડેટા કોર્ટની મંજૂરી વગર કોઇપણ એજન્સી સાથે શેર કરી શકાશે નહીં. કોર્ટના નિર્ણય પ્રમાણે ઇન્કમટેક્સ અધિનિયમ કલમ 139એએને યથાવત્ રાખવામાં આવી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, પ્રાઇવેટ બેન્ક અને ખાનગી કંપનીઓમાં આધાર જરૂરી નથી. મોબાઇલ કંપની આધાર કાર્ડ ન માગી શકે.આ મામલામાં નિર્ણય આપનાર ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની બેચમાં જસ્ટીસ એકે સિકરી, એએમ ખાનવિલર, ડીવાઇ ચંદ્રચૂડ અને અશોક ભૂષણનો સમાવેશ થાય છે.આ પહેલા સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં અને એનાથી સંકળાયેલા 2016ના કાયદાને બંધારણીય માન્યતાને પડકાર ફેંકતી અરજી ઉપર સુનાવણી પુરી કરી લીધી હતી. 38 દિવસ સુધી ચાલેલી સુનાવણી પછી 10 મેને પાંચ ન્યાયાધીશની બેચે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ખંડપીઠના હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ પુત્તસ્વામીની અરજી સહિત 31 અરજીઓ ઉપર સુનાવણી કરી હતી.

10 મેના દિવસે થયેલી સુનાવણઈમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલની ખંડપીઠે જાણકારી આપી હતી કે, 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી મામલા પછી નિરંતર સુનાવણીના સંદર્ભમાં આ બીજો સૌથી લાંબો મામલો બની ગયો છે.

વેણુગોપાલે કહ્યું હતું કે, કેશવાનંદ ભારતી મામલામાં પાંચ મહિના સુનાવણી ચાલી હતી. આ મામલામાં નિરંતર સાડા ચાર મહિના સુનાવણી થઇ હતી. આ ઇતિહાસમાં સુનાવણીના સંદર્ભમાં સૌથી લાંબો મામલો હતો.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારોની દરેક યોજનાઓમાં આધારની ફરજિયાત ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં મોબાઇલ સિમ અને બેન્ક ખાતાનો પણ સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આધાર નંબરો સાથે મોબાઇલ ફોન જોડવાનો નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે, જો મોબાઇલ ફોન ગ્રાહકોનું વેરિફિકેશન નહીં કરવામાં આવે તો તેને મુખ્ય અદાલતની અવમાનના માટે જવાબદાર ગણાવશે. કોર્ટે કહ્યું હતું કે, સરકારના આદેશની ખોટી વ્યાખ્યા કરવામાં આવી મોબાઇલ વપરાસકર્તાઓ માટે આધાર અનિવાર્ય બનાવવા આને એક હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો.
First published: September 26, 2018, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading