Home /News /national-international /

રિપોર્ટમાં ખુલાસો: કેવી રીતે તિલકધારી પોલીસથી મુસ્લિમોમાં વધી રહ્યો છે ડર

રિપોર્ટમાં ખુલાસો: કેવી રીતે તિલકધારી પોલીસથી મુસ્લિમોમાં વધી રહ્યો છે ડર

પ્રતીકાત્મક તસવીર

કોમનવેલ્થ હ્યૂમન રાઇટ્સ ઇનિશિએટીવ (CHRI) દ્વારા રિર્પોટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભારતમાં મુસ્લિમોને પૂર્વાગ્રહના અનેક સ્તરો પર વાત કરવામાં આવી છે

  (દેબાયન રોય)

  ભારતના અલગ-અલગ રાજ્યોમાં મુસ્લિમ સમુદાય અને પોલીસની વચ્ચે થતી વાતચીતમાં લઘુમતી સમુદાયની વિરુદ્ધ વિભિન્ન સ્તરો પર પૂર્વાગ્રહ અને ધાર્મિક વિચારો અને પ્રતીકો દ્વારા બહુમતી સમુદાયની વીરતાની વાત કરવી સામાન્‍ય બાબત છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

  પૂર્વ સૂચના આયુક્ત વજાહત હબીબુલ્લા અને QUILLના નેતૃત્વવાળી કોમનવેલ્થ હ્યૂમન રાઇટ્સ ઇનિશિએટીવ (CHRI) દ્વારા રિર્પોટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભારતમાં મુસ્લિમોને લઈને પોલીસમાં રહેલા અનેક પ્રકારના પૂર્વાગ્રહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પોલીસ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોને 'મિની પાકિસ્તાન' જેવી રીતે સમજાવે છે. આ રિપોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં હિન્દુ ધાર્મિક પ્રથાઓ અને પ્રતીકોના નિરંતર પ્રદર્શનને લઈને ઇન્ફોર્મર નેટવર્ક્સ માટે હાનિકારણ ગણાવ્યું છે અને આ કારણે મુસ્લિમ સમુદાય પોતાને અલગ-એકલો અનુભવે છે.

  આ રિપોર્ટ અમદાવાદ, રાંચી, દિલ્હી, લખનઉ, બેંગલુરુ, ગુવાહાટી, કોઝીકોડ અને મુંબઈના 197 લોકો સાથે વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને પુરુષ મુસ્લિમ સમુદાયના હતા. આ ઉપરાંત સીએચઆરઆઈએ 256 નિવૃત્ત પોલીસકર્મીઓ સાથે વન-ટૂ-વન ઈન્ટરવ્યૂ પણ કર્યા છે.

  આ પણ વાંચો, જનતા જો સરકારથી ડરવા લાગે તો તે તાનાશાહી છે: પૂર્વ CJI દીપક મિશ્રા

  આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ મુસ્લિમોને તેમની ઓળખના આધારે ટાર્ગેટ કરે છે અને ત્રાસ આપે છે. અનેકવાર લઘુમતી સમુદાયને કોઈ પુરાવા વગર જ અપરાધી બનાવી લેવામાં આવે છે. તેમને સતત ડરાવી ધમકાવીને રાખવામાં આવે છે.

  આ રિપોર્ટમાં એક પોલીસ અધિકારી સાથે વાતચીતને પણ સામેલ કરવામાં આવી છે, જેમાં તેઓએ કહ્યું કે પોલીસ કોઈ મુસ્લિમ અપરાધી ન હોવાનું જાણતી હોવા છતાંય તેને વધુ ટોર્ચર કરે છે. રિપોર્ટ મુજબ, મુસ્લિમ મહિલાઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓએ કહ્યું કે પોલીસ જ્યારે અમને બુરખો કે હિજાબ પહેરેલી જોવે છે તો તેમનું વલણ તાત્કાલીક બદલાઈ જાય છે.

  અમદાવાદની એક મુસ્લિમ મહિલાએ જણાવ્યું કે, પોલીસકર્મીઓને જ્યારે જાણ થાય છે કે અમે મુસ્લિમ બહુમતી વિસ્તારના છીએ તો અમને અપમાનિત કરવા લાગે છે. અનેકવાર અમને ન જવા પર ધમકાવવામાં પણ આવે છે. એક વાર તો તેઓએ એમ પણ કહ્યું કે, 'બુરખો કાઢો, બોમ્બ લઈને આવી છે કે શું?'

  આ પણ વાંચો, 'પકોડા પોલિટિક્સ' બાદ હવે 'ખિચડી' બનાવશે ભાજપ, સ્થળ રામલીલા મેદાન

  સીએચઆરઆઈના આ રિપોર્ટ મુજબ, મુસ્લિમ સમુદાયના અનેક લોકોને પોલીસ સાથે કોઈ બાબતને લઈ ફરિયાદ કરવામાં પણ ડર લાગે છે. તેઓ પોલીસ સ્ટેશનોમાં પોતાને અલગ-એકલા અને અસુરક્ષિત અનુભવે છે.

  બીજી તરફ, આ રિપોર્ટમાં મુંબઈના એક વ્યક્તિના હવાલાથી લખવામાં આવ્યું છે કે છેલ્લા બે-ત્રણ વર્ષોમાં પોલીસકર્મીઓની વચ્ચે તિલક લગાવવા અને ગાડીઓમાં હિન્દુ દેવતાઓની તસવીરો લગાવવાનું ચલણ વધ્યું છે. ધાર્મિક પ્રતીક અમને આ લોકોથી અલગ અનુભવ કરાવે છે. આ ઉપરાંત રિપોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં થનારી શનિ પૂજા, હથિયારોની પૂજા વગેરે વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  આ ઉપરાંત રિપોર્ટમાં મુસ્મિલ સમુદાયોને સતત દબાવવાને લઈને પણ વાત કરવામાં આવી છે, જે શહેરોમાં ટીમે પ્રવાસ કર્યો તે તમામમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોને મિની પાકિસ્તાન કહેવાને લઈને પણ ફરિયાદ કરવામાં આવી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને એનકવાર રાષ્ટ્ર વિરોધીના રૂપમાં પણ જોવામાં આવે છે એન તેમની વફાદારી ઉપર પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે.

  રાંચીમાં રહેનારી એક મુસ્લિમ વ્યક્તિએ જણાવ્યું કે રમઝાનના સમયે એક હિન્દુ જાન મસ્જિદની સામે ઘણા સમય સુધી ઊભી રહી, જેના કારણે ત્યાં ગરમાગરમી શરૂ થઈ ગઈ. જ્યારે સ્થિતિને નિયંત્રિત કરવા માટે પહોંચેલી પોલીસે 78 મુસ્લિમ યુવકો અને માત્ર એક હિન્દુ વ્યક્તિની ધરપકડ કરી.

  રિપોર્ટ મુજબ, લોકો સાથેની વાતચીતમાં એ વાત પણ જાણવા મળી કે સ્થાનિક પોલીસ દ્વારા મુસ્લિમ સમુદાયની વચ્ચે ખબરીઓને મોકલવાનું ચલણ વધી ગયું છે અને તેમાં મોટાભાગે ખબરી મુસ્લિમ જ હોય છે. એક વ્યક્તિએ એમ પણ જણાવ્યું કે કેવી રીતે સભાની વચ્ચે થનારા ભાષને કોઈ ખબરીએ વિસ્તારના એસએચઓને મોબાઇલ પર લાઇવ બતાવ્યો હતો.

  આ રિપોર્ટમાં સંસદથી યાતના નિવારણ કાયદો લાગુ કરવા અને દલિત મુસ્લિમોને સામેલ કરવાને લઈ 1950 અને 1951ના પ્રેસિડેંશિયલ ઓર્ડરના સંશોધનને લાગુ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. સીએચઆરઆઈ અને QUILLએ લઘુમતી મામલાના મંત્રાલય દ્વારા નિયુક્ત વિશેષજ્ઞ સમૂહ દ્વારા તૈયાર કરવામાં આવેલા સમાન અવસર આયોગ બિલને કોઈ વિલંબ વગર સંસદમાં રજૂ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત રિપોર્ટમાં પોલીસમાં વધુ મુસ્લિમોને સામેલ કરવાની પણ વાત કહેવામાં આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Muslims, પોલીસ

  આગામી સમાચાર